આશિષ ભાટીયાની ખાસિયતો અનેક, ગુના અને ગુનેગારો સામે તેજાબી તપાસના માહિર

  • August 01, 2020 10:44 AM 1848 views

પોલીસ વડાના દાવેદારો પૈકી એકે સિંઘ ઓકટોબર ૨૦૨૦ અને રાકેશ અસ્થાના જુલાઇ ૨૦૨૧માં વયનિવૃત્ત થાય છે, નવા પોલીસ વડા એ વડાપ્રધાન મોદીની પસદં છે

ગુજરાતના નવા પોલીસ વડા આશિષ ભાટીયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ માનવામાં આવે છે. તેમણે ગુજરાતમાં મોદીના સમયમાં અનેક મહત્વના પાસાઓની જવાબદારી સંભાળી છે. તેઓ ૧૯૮૫ બેચના આઇપીએસ અધિકારી છે. અમદાવાદના પોલીસ કમિશનર બન્યા પછી સીધા તેઓ રાયના પોલીસ વડા બન્યાં છે.


આશિષ ભાટીયાનો જન્મ હરિયાણામાં થયો છે. તેમણે બીઇ મિકેનિકલનો અભ્યાસ કર્યેા છે. ૨૦૧૬માં તેઓ સુરત પોલીસ કમિશનર તરીકે પણ રહી ચૂકયાં છે. સીઆઇડી ક્રાઇમના વડા તરીકે પણ તેમણે ફરજ બજાવી છે. તેઓ મે ૨૦૨૨ સુધી આ પદ પર રહી શકશે. આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે. જો તેમને એકસટેન્શન ન મળે તો ચૂંટણી નવા પોલીસ વડાની નિગરાનીમાં યોજાશે.

 

ગુજરાતના સિનિયર ઓફિસરો પૈકી ૧૯૮૪ની બેચના રાકેશ અસ્થાના અને ૧૯૮૫ બેચના એકે સિંઘ પણ રાજ્ય પોલીસ વડાના પદ માટે દાવેદાર હતા પરંતુ કેન્દ્ર સરકારે આશિષ ભાટીયાની પસંદગી કરી છે. રાકેશ અસ્થાના જુલાઇ ૨૦૨૧માં તેમજ એકે સિંઘ ઓકટોબરમાં વયનિવૃત્ત થાય છે.


અમદાવાદમાં ૨૦૦૮માં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા ત્યારે તેઓ અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં જોઇન્ટ પોલીસ કમિશનર હતા. તેમણે અને તેમની ટીમે ૨૦ દિવસમાં કેસ ઉકેલીને ૩૦ જેટલા આરોપીઓને પકડા હતા. એ ઉપરાંત તેમણે ૨૦૦૮ના લઠ્ઠાકાંડમાં આરોપીઓને પકડવામાં, ૨૦૧૮માં બીટકોઇન કૌભાંડનો પર્દાફાશ કરવામાં અને ૨૦૧૯માં જંયતિ ભાનુશાલી મર્ડર કેસમાં મોટી સફળતા મેળવી છે.

 

આશિષ ભાટીયાની વિશેષતા એવી છે કે તેઓ શાંત પ્રકૃત્તિ ધરાવે છે. તેઓ ભાગ્યેજ સાથી ઓફિસરો પર ગુસ્સે થાય છે. ૨૦૦૧માં રાય સરકારે તેમને પોલીસ અને ૨૦૧૧માં પ્રેસિડેન્ટે તેમને મેડલ આપ્યો હતો. પોલીસ અધિકારીઓમાં તેમની ગણના પ્રિવેન્શન ઓફ ક્રાઇમના માસ્ટર તરીકે થાય છે. તેઓ કોઇપણ આરોપીની સાત–આઠ કલાક સુધી એકધારી પૂછપરછ કરી શકે છે. ડેટાબેઝના આધારે ગુનાઓની તપાસ કરવામાં તેમની પક્કડ સારી છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application