માવઠુ અને પહાડી પ્રદેશોમાં હિમવર્ષાની અસર વર્તાઈ : પહેલીવાર માર્ચમાં -૩ ડીગ્રી સુધી તાપમાન નીચું જતા સહેલાણીઓ ઉમટ્યા
હાલમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠુ અને પહાડી પ્રદેશોમાં થયેલી હિમ વર્ષાની અસર રાજ્યને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં વર્તાઈ છે. માર્ચ મહિનામાં સામાન્ય રીતે ગરમ થતા હિલ સ્ટેશન ઉપર પ્રથમવાર તાપમાન માઈનસ નોંધાતાં સહેલાણીઓ નજારો માણવા ઉમટી રહ્યા છે.
ઉત્તર ગુજરાતમાં શનિવારે પલટાયેલા વાતાવરણ બાદ કેટલાક વિસ્તારોમાં માવઠાની અસર જોવા મળી રહી છે. જેથી છેલ્લા ચાર દિવસથી ઠંડીને ચમકારો વર્તાઈ રહ્યો છે. સાથે સાથે પહાડી પ્રદેશોમાં હિમ વર્ષા થતાં ઉત્તર ગુજરાત સાથે રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં પણ ઠંડી અનુભવાઈ રહી છે. થોડાક દિવસો ગરમી અનુભવાયા બાદ ફરી વાતાવરણ ઠંડુગાર બની જતાં લોકોને ફરી ગરમ કપડા પહેરવાની ફરજ પડી રહી છે. જો કે, કમોસમી વરસાદની અસર રાજસ્થાનના એક માત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં જોવા મળી રહી છે.
આબુમાં તાપમાનનો પારો એકવાર ફરી માઇનસમાં ગયો હતો. છેલ્લા પંદર દિવસથી માઉન્ટ આબુનું તાપમાન પંદર ડિગ્રી રહ્યું હતું પરંતુ મોસમના મિજાજ બદલાતા અચાનક તાપમાનનો પારો ગગડ્યો હતો અને ઉચ્ચતમ ૧૫ ડિગ્રીથી -૩ ડિગ્રીએ પારો પહોંચ્યો હતો. આવા આહલાદક વાતાવરણમાં સહેલાણીઓ કુદરતી દેન એવા હિલ સ્ટેશનનો નજારો જોઈ મંત્રમુગ્ધ થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech