ખેડૂતોનું આંદોલન ઉગ્ર બનતા સરકારનું 5 મી બેઠક માટે તેડું, પોલીસ દ્વારા ખેડૂતો પર ટીયર ગેસની સતત મારો

  • February 21, 2024 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શંભુ બોર્ડર પર હજારો ખેડૂતોનો જમાવડો 


ખેડૂતો અને સરકારની ચોથી બેઠક અનિર્ણાયક રહેતા આજે પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ ફરી દિલ્હી તરફ કૂચ શરુ કરી છે. આ ગ્દાર્મીયાન શંભુ બોર્ડર પર આંદોલન ઉગ્ર બન્યું છે, ખેડૂતો રોષે ભરતા આગળ વધી રહ્યા છે જયારે પોલીસ ફોર્સ તેમને રોકવા માટે સતત ડ્રોનથી ટીયર ગેસ સેલ છોડી રહી છે.

​​​​​​​બીજી તરફ કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ કહ્યું કે ૫મા રાઉન્ડની બેઠકનો પ્રસ્તાવ રાખ્યો છે, તેમણે કહ્યું કે, “અમે ખેડૂતો સાથે વાત કરવા અને એમએસપી, પાક વૈવિધ્યકરણ, સ્ટબલનો મુદ્દો, એફઆઈઆર જેવા તમામ મુદ્દાઓ ચર્ચા માટે તૈયાર છે. હું ફરીથી ખેડૂત નેતાઓને ચર્ચા માટે આમંત્રિત કરું છું. આપણા માટે શાંતિ જાળવવી મહત્વપૂર્ણ છે.”



દિલ્હી તરફ કૂચ કરવા માટે શંભુ-ખનૌરી બોર્ડર પર હજારો ખેડૂતો ૨૦૦૦ થી વધુ ટ્રેક્ટર સાથે આગળ વધી રહ્યા છે. ઉપરાંત ખેડૂતો જેસીબી અને હાઇડ્રોલિક ક્રેનની પણ મદદ લઇ રહ્યા છે. તંત્ર દ્વારા સિંઘુ સરહદને કાંટાળા તારથી કોર્ડન કરી દેવામાં આવી છે. શંભુ બોર્ડર પર ટ્રેક્ટરોની ૬ કિલોમીટર લાંબી લાઈન લાગેલી છે. હરિયાણાના ઘણા વિસ્તારોમાં ઈન્ટરનેટ બંધ કરી દેવાયું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application