કોરોનાની તબાહી વચ્ચે પણ રિઝલ્ટ આવતાની સાથે જ સમર્થકોએ તોડ્યા નિયમ

  • May 02, 2021 11:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી ચૂંટણી પંચે નિર્દેશ આપ્યા હતા કે રિઝલ્ટ આવ્યા બાદ કોઈપણ પ્રકારનો વિજયોત્સવ નહીં મનાવાય. પરંતુ પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં આ આદેશનું ઉલ્લંઘન થવા લાગ્યું હતું. વલણમાં ટીએમસીની જીત સ્પષ્ટ થવાથી સમર્થકો રોડ પર ઉતરી આવ્યા હતા અને ઠેરઠેર ભીડ પણ જોવા મળી હતી. 

 

 

રિઝલ્ટ આવ્યા બાદ સમર્થકોએ સામાજિક અંતરના નિયમનું ઉલ્લંઘન કર્યું હતું. પશ્ચિમ બંગાળમાં ટીએમસીના સપોર્ટર્સે ઉજવણી ત્યારથી શરુ કરી દીધી જ્યારે ટીએમસીને 200થી વધુ બેઠક પર લીડ મળી હતી. લોકો કલકત્તામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ગુલાલ ઉડાડી ઉજવણી કરી હતી. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS