રાજકોટમાં કોરોના વિકરાળ: બપોર સુધીમાં જ 180 કેસ

  • April 08, 2021 02:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં કોરોનાના કેસ રાત્રે ન વધે તેટલા દિવસે અને દિવસે ન વધે તેટલા રાત્રે વધી રહ્યા છે. દરમિયાન આજે તો બપોર સુધીમાં જ 180 કેસ મળ્યા હોવાનું મહાનગરપાલિકાએ જાહેર કર્યું છે. શહેરમાં હવે કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ કરવા લાગ્યો છે. કેસની સંખ્યાના તમામ રેકોર્ડ બ્રેક થવા લાગ્યા છે. કેસની સંખ્યામાં સતત વધારો થતાં ટેસ્ટ પણ વધારવામાં આવ્યા છે. ખાસ કરીને ફેમિલી બન્ચિંગ પેટર્નના કારણે કેસ વધી રહ્યા છે. હાલમાં કોરોનાના કેસ વધવાનું એક કારણ એ પણ છે કે પુરા પરિવારને એકસાથે કોરોના પોઝિટિવ આવી રહ્યો છે.

 


વિશેષમાં મહાપાલિકાના કોવિડ બૂલેટિન અનુસાર આજે બપોર સુધીમાં વધુ 180 પોઝિટિવ કેસ મળતા શહેરમાં કોરોનાના કેસની કુલ સંખ્યા 20,787એ પહોંચી છે. આજ સુધીમાં કુલ 18,802 દર્દીઓ સાજા થતાં તેમને રજા અપાઈ છે. શહેરનો રિકવરી રેઈટ 91.24 ટકા રહ્યો છે. આજ સુધીમાં કુલ 7,19,453 નાગરિકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 20,787 પોઝિટિવ મળ્યા છે અને પોઝિટિવિટી રેઈટ 2.86 ટકા રહ્યો છે. શહેરમાં ગઈકાલે તા.7 એપ્રિલના રોજ 8,470 નાગરિકોના કોરોના ટેસ્ટ કરવામા આવ્યા હતા જેમાંથી કેસ 321 પોઝિટિવ આવ્યા હતા.

 


જ્યારે રાજકોટના મેયર ડો.પ્રદીપભાઈ ડવે 45 કે તેથી વધુ વયના નાગરિકોને વહેલામાં વહેલીતકે વેક્સિન લેવા અપીલ કરી છે તેમજ કામ વિના ઘર બહાર નહીં નીકળવા અનુરોધ કર્યો છે. આ ઉપરાંત માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા અને સેનેટાઈઝ થતાં રહેવા પણ સૂચન કર્યું છે. શકય હોય ત્યાં સુધી સરકારી કચેરીઓ અને અન્ય ભીડભાડવાળી જગ્યાએ નહીં જવા અનુરોધ કર્યો છે.

 

શહેરમાં બાળકો ઉપર કોરોનાનું જોખમ વધ્યું અત્યાર સુધીમાં 500 બાળકો સંક્રમિત થયા
ખાનગી હોસ્પિટલમાં સંખ્યા વધારે: સિવિલ હોસ્પિટલમાં 13 બાળકોની ચાલી રહેલી સારવાર


જન્મતાની સાથે જ નવજાત બાળક કોરોના સંક્રમિત હોય તેવા કિસ્સા રાજકોટમાં બની રહ્યા છે. માત્ર 2 દિવસના નવજાતને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, એક મહિલાના 7 દિવસના બાળકનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટમાં કોરોનાની બીજી લહેર બાળકો માટે જોખમ બની રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અત્યાર સુધીમાં કુલ 500 જેટલા બાળકો સંક્રમિત થયા છે અને તે પૈકીના કેટલાકની હજુ સારવાર ચાલી રહી છે. સિવિલ હોસ્પીટલમાં જ 13 બાળકો સારવાર હેઠળ હોવાનું સત્તાવાર રીતે જણાવાયું છે.

 


છેલ્લા 15 દિવસથી શહેરમાં રોજના 25થી 30 બાળકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવી રહ્યા છે. શહેરમાં સિવિલ હોસ્પિટલ ખાતે 16 અને વોકહાર્ટ હોસ્પિટલમાં 4 બાળકો કોરોનાની સારવાર હેઠળ છે, જ્યારે બાકીના બાળકો હોમ આઈસોલેશનમાં છે. રાજકોટ એક ખાનગી હોસ્પિટલ ખાતે બાળકોના વિભાગના નિષ્ણાત કહે છે કે ગઈકાલે 20 બાળકોના ટેસ્ટ કયર્,િ જે તમામ પોઝિટિવ આવ્યા છે. છેલ્લા 15 દિવસથી આ રોજનો ક્રમ છે. 18 વર્ષથી નીચેના દર્દીઓ પ્રાથમિક લક્ષણો સાથે આવે છે, જેમના ટેસ્ટ થતાં મોટાભાગનાને કોરોના પોઝિટિવ આવે છે.

 


રોજના 25થી 30 કેસમાં 60 ટકા 5 વર્ષથી નીચેના હોય છે. હાલમાં બેડની અછત છે, બીજું, બાળકોમાં રોગની તીવ્રતા ઓછી હોય છે એટલે તેમને જરૂરી દવા-ઈન્જેક્શન આપી હોમ આઈસોલેટ રાખીએ છીએ.

 


આ તબીબ કહે છે કે એક પરિવારમાં માત્ર 2 દિવસના નવજાત બાળકનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવેલો. એક અન્ય કિસ્સામાં માસૂમ બાળકને કોરોના આવ્યો, જ્યારે નેગેટિવ આવ્યા હતા. હાલમાં અમારે ત્યાં ચાર બાળદર્દી સારવાર હેઠળ છે. નાના બાળકોમાં કોરોના હોવા છતાં તેની સંભાળ માટે માતે કે પરિવારજનને રાખવા પડે છે.

 


સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગના ડો.બૂચ કહે છે અમારે ત્યાં કોરોનાગ્રસ્ત 13 બાળકો સારવાર લઈ રહ્યા છે. તબીબો કહે છે કે મા-બાપ બાળકોનું ખાસ ધ્યાન રાખે બાળકોને ઘરમાં જ રાખે, ગરમ ખાદ્ય પદાર્તો જ ખવડાવો, તેમને બહાર નીકળવાનું થાય તો ટ્રીપલ લેયર માસ્ક પહેરાવો. હોમ આઈસોલેશન થયેલા બાળકોને સતત પાણી પીવા અને પાંચ વખત સાત્વિક ભોજન લેવા તબીબી સલાહ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS