કંપની પર ફેમા હેઠળ ચાલી રહ્યો છે કેસ, કર્મચારીઓના પગાર ચૂકવવા અને લોન લેવા માટે રવિન્દ્રને પરિવારની તમામ સંપત્તિ અને શેર રાખ્યા ગીરવે
સ્ટાર્ટઅપથી યુનિકોર્ન બનેલી કંપની બાયજુસની મુશ્કેલીઓ વધી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કંપનીના ફાઉન્ડર રવિન્દ્રન વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે. અગાઉ, રવિેન્દ્રન વિરુદ્ધ એલઓસી દ્વારા "ઓન ઇન્ટીમેશન" જારી કરવામાં આવી હતી. જેમાં ઈમિગ્રેશન ઓફિસર જે તે વ્યક્તિની કેસ સાથે સંબંધિત ઓથોરિટીને માત્ર જાણ કરે છે, તેમને દેશ છોડતા અટકાવવામાં આવતા નથી. જો કે, હવે એલઓસીની નવી કાર્યવાહી બાદ રવિન્દ્રન દેશ છોડી નહીં શકે.
ઇડી બાયજુસ વિરુદ્ધ ફેમા હેઠળ તપાસ કરી રહી છે. કંપની પર વિદેશથી ૨૨૦૦ કરોડ રૂપિયા લેવાનો આરોપ છે. કંપનીએ ગેરકાયદેસર રીતે ૯૦૦૦ કરોડ રૂપિયા વિદેશમાં પણ મોકલ્યા હોવાનો આરોપ છે. કંપનીએ વર્ષ ૨૦૨૧માં વિદેશી બજારમાંથી લગભગ ૧.૨ અબજ ડોલરની લોન એકત્ર કરી હતી. લગભગ ૮ મહિના પછી, કંપનીએ કહ્યું કે તેના ઓડિટ પરિણામોમાં વિલંબ થઈ રહ્યો છે. ત્યારબાદ ઓગસ્ટમાં કોર્પોરેટ બાબતોના મંત્રાલયે કંપનીને નાણાકીય પરિણામો મોકલવામાં ૧૭ મહિનાના વિલંબનું કારણ પૂછ્યું હતું. અહીંથી કંપનીની સમસ્યાઓ વધવા લાગી હતી.
એક સમય એવો હતો જ્યારે બાયજુસની ગણના દેશના સૌથી સફળ સ્ટાર્ટઅપ્સમાં થતી હતી. હવે કંપની પોતાનું અસ્તિત્વ બચાવવા માટે સંઘર્ષ કરી રહી છે. સતત વિવાદોમાં ઘેરાયા બાદ વિદેશી ચલણના વ્યવહારોની તપાસ ઇડીને સોંપવામાં આવી હતી. અહીં બાયજુસના વિદેશી ફંડિંગની તપાસ શરૂ થઈ છે. કંપની પર મની લોન્ડરિંગ માટે નાણાંની ઉચાપત કરવાનો આરોપ છે. સ્થિતિ એવી બની કે કંપનીના ફાઉન્ડર બાયજુ રવિન્દ્રને તેની પેરેન્ટ કંપનીના કર્મચારીઓના પગાર ચૂકવવા માટે પોતાની અને પરિવારની સંપત્તિ ગીરવી રાખવી પડી, જેથી તે ૧૦૦ કરોડ રૂપિયાની લોન લઈ શકે. તેણે તેના તમામ શેર પણ ગીરવી રાખ્યા છે. હવે કંપનીના રોકાણકારોને પણ ડર છે કે તેમના ઇન્વેસ્ટમેન્ટનું શું થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્ય સરકારનુ ઓપરેશન ગંગાજળમા વધુ બે કલાસ વન અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિના આદેશથી ખળભળાટ
November 07, 2024 03:27 PMકટારીયા ચોકડી બ્રિજ માટે રેકોર્ડબ્રેક 11 ટેન્ડર
November 07, 2024 03:25 PMધાર્મિક સહિત ૯૫૦ દબાણના ડિમોલિશનની તૈયારી
November 07, 2024 03:23 PMસલમાન બાદ શાહરુખને પણ મળી ધમકી: 50 લાખની માગણી કરાઈ
November 07, 2024 03:08 PMકેતન–પુરણે નેપાળ બોર્ડર પાસેથી ડ્રગ્સની ૧૩ ખેપ મારી
November 07, 2024 03:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech