રાજકોટ જિલ્લામાં લોક ડાઉનનો અમલ નહીં કરવા બદલ ૧૬ની ધરપકડ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નોવેલ કોરોના વાયરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વીક મહામારી જાહેર કરેલ હોય જે સબંધે તકેદારીના ભાગરૂપે અને નોવેલ કોરોના વાયરસના વધતા સંક્રમણને અટકાવવા સારૂ સરકાર દ્વારા લોક ડાઉન જાહેર કરેલ હોય આ સંબંધે પોલીસ જાહેરનામાનો કડક અમલ કરાવી રહી છે. હજુ પણ લોકો આ બાબતે ગંભીર નહીં બની લોકડાઉન ની એસીતેસી કરનાર સામે પોલીસે રાજકોટ જિલ્લામાં જાહેરનામાના ભંગ બદલ વધુ ૧૬ શખસો ઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરેલ હોય જે જાહેરનામાનો કડકપણે અમલ કરાવવા માટે રાજકોટ જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાએ જિલ્લાના તમામ પોલીસ મથકના પીઆઈ તેમજ બીચ ઈન્ચાર્જ ને સુચના આપી છે ત્યારે જિલ્લાભરની પોલીસે ચેકીંગ કામગીરી હાથ ધરી છે.અને જાહેરનામા ભંગ બદલ ૧૬ વેપારીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. જેમાં જાહેરનામાનો ભંગ કરનારા શાપર વેરાવળમાં ૧,ભાંડલા માં ૩ ,જેતપુરમાં ૩,ગોંડલ સીટી પોલીસ માં ૧, ગોંડલ તાલુકા પોલીસ માં ૧ ,ધોરાજીમાં ૧,ઉપલેટામાં ૧,પાટણવાવ માં ૧ ,લોધિકામાં ૩,કોટડાસાંગાણીમાં ૧ એમ કુલ ૧૬ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS