જામનગરમાં પાના ટીંચતી સાત મહિલા સહિત આઠની અટક
જોડીયામાં તિનપતીનો મોજ માણતા ચાર ઝડપાયા
જામનગરના ધરારનગર વિસ્તારમાં તિનપતીનો જુગાર રમતી સાત મહિલા સહિત આઠની અટક કરવામાં આવી છે., જયારે જોડીયાના બેકળા શેરીના ખુણે જાહેરમાં તિનપતીનો જુગાર રમતા ચાર શખ્સોને સ્થાનીક પોલીસે પકડી લીધા હતા.
શહેરના ધરારનગર વિસ્તારમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતી ખોડીયાર કોલોનીના ગુણવંતીબેન બટુકપરી ગોસાઇ, મયુરનગર આવાસના રેશમાબેન કાસમ બાદરાણી, ધરારનગરના રેશમાબેન અલ્તાફ મકરાણી, ભારતીબેન ભીખુ નાગેશ, ગોકુલનગરના જોશનાબેન રસિકગીરી ગોસ્વામી, મયુરનગર આવાસના રેશમાબેન કાસમ સંધી, ધરારનગરના ચંદ્રાબા નાનભા જેઠવા અને મયુરનગર આવાસ બ્લોક ૪૦૨માં રહેતા કાસમ રમજાન બાદરાણીની અટક કરી રોકડા ૧૦૫૨૦ અને ગંજીપતા જપ્ત કર્યા હતા.
બીજા દરોડામાં જોડીયામાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને મોટોવાસમાં રહેતા શહીમ નુરમામદ ગાધ, હાન કાસમ સાયચા, ફાક અજીજ ઓડીયા અને કાસમ અકબર સાયચા નામના શખ્સો તિનપતીનો જુગાર રમતા રોકડા ૧૧૭૯૦ અને ગંજીપતા સાથે પકડી લીધા હતા.