રેમીડેસીવીર ઈન્જેક્શનનાં કાળાબજાર કરતા ભાવનગર જિલ્લાના ત્રણ યુવાનોની ધરપકડ

  • April 26, 2021 11:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક તરફ મહામારીને કારણે લોકોની જિંદગી દાવ પર લાગી છે તો બીજી તરફ કોરોનાની સારવારમાં અગત્યના એવા ઈન્જેક્શનના કાળાબજાર કરનારા નરાધમો પિયા બનાવવામાં લાગ્યા છે. આવી જ એક ઘટનામાં સુરતમાંથી ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ત્રણ યુવાનો પોલીસના હાથ ઝડપાયા છે. સુરત શહેરમાં અગાઉ ઈન્જેક્શનના કાળા બજાર કરવાનું એક કૌભાંડ ખૂલ્યુ હતુ તે પછી રેમેડેસિવિર ગેરકાયદે વેચાણનું વધુ એક કૌભાંડ ખુલ્યું છે જેમાં બે ડોક્ટર સહિત કુલ છ લોકોની ધરપકડ કરાઇ છે. એક આરોપી જૈમિશ જીકાદરા વોર્ડ 8ના ભાજપ ઉપપ્રમુખ કેતન જીકાદરાનો સગો ભાઇ હોવાનું પોલીસે જણાવ્યું હતું. સુરત પીસીબી પીઆઇ એસ.જે. ભાટીયાએ બાતમીના આધારે લાલગેટ વિસ્તારમાં છટકું ગોઠવી જેનિશ કાકડીયાને 3 ઇન્જેક્શન સાથે પકડ્યો હતો.

 

 

તેની પૂછપરછમાં કૌભાંડમાં સંડોવાયેલા તમામના નામ ખુલ્યા હતા. જેમાં મોટા વરાછા ઇગલ લેબોરેટરીમાંથી ડો. સાહિત ઘોઘારીને પકડ્યો હતો. સાહિલ કામરેજના પાસોદરા ખાતે પોતાનું ક્લિનિક ચલાવે છે જ્યારે ડો. હિતેશ ડાભી અમરોલીના ન્યુ કોસાડ ખાતે ક્લિનિક ધરાવે છે. આ બંને ડોક્ટરો સિવિલ હોસ્પિટલમાંથી નોટ ફોર સેલ લખેલા 899ની કિંમતના ઇન્જેક્શન દર્દીના નામે લાવી બારોબાર વેચાણ કરતા હતા.

 


તેઓ એક ઇન્જેક્શન ડોક્ટરો અને તેમના મળતિયાઓ 15 હજારની કિંમતે વેચતા હતા. છ પૈકીના એક આરોપી ભાવિનની માતાને કોરોના થતા તેમના નામે સિવિલમાંથી છ ઇન્જેક્શન લાવ્યા હતા. ડો. ડાભીએ બે ઇન્જેક્શન જ માતાની સારવારમાં ઉપયોગ કરી બાકીના 4 બારોબાર વેચી દીધા હતા. ઇન્જેક્શનનું પેમેન્ટ પણ ફોન પે દ્વારા વસુલતા હતા.

 


પીસીબીના જણાવ્યા મુજબ પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા હાલમાં કોરોના વાઈરસના નવા સ્ટ્રેનમાં કોવિડ પોઝિટિવના કેસોમાં સતત વધારો થયો હોય છે અને અંતર્ગત કોરોના દર્દીઓ માટે જીવન રક્ષક એવા રેમડેસિવિર ઈન્જેકશનની માંગમાં પણ ખુબ જ વધારો થયો હોવાથી ઈન્જેકશનની અછત વતર્ઈિ રહી છે જેનો કેટલાક ફાયદો ઉઠાવી ગેરકાયદેસર રીતે ઈન્જેકશનનો કાળાબજારી કરતા હોવાનુ બહાર આવતા આ દિશામાં કાર્યવાહી કરવા સુચના આપી હતી. જે અંતર્ગત બાતમી મળી હતી કે, જૈનીશકુમાર પોપટ કાકડીયા તેના સાગરીતો સાથે ગેરકાયદે રીતે મેળવેલા ઈન્જેકશનનો ઉંચા ભાવે વેચાણ કરે છે.

 

 

તે હાલમાં ભાગળ ચાર રસ્તા ઝપાટા પાસે પોતાની બાઈક પર બેઠો છે જે બાતમીને પીઆઈ ઍસ.જે.ભાટિયાઍ વર્કઆઉટ કરી સ્ટાફના માણસો સાથે સ્થળ પર પહોચી ઍક્ષપોટીંગનો ધંધો કરતા જૈનીશકુમાર પોપટ કાકડીયા (ઉ.વ.23,રહે,ગૌતમપાર્ક કારગીલ ચોક પીપલોદ, મૂળ રહે. લોંગડી, તા.મહુવા, જિ.ભાવનગર)ને રેમડેસિવિર ઈન્જેકશન સાથે ઝડપી પાડ઼્યો હતો. જૈનીશની પૂછપરછમાં તેના સાગરીત ભદ્રેશ બાબુ નાકરાણી (રહે,સમ્રાટ સોસાયટી પુણગામ, મૂળ રહેવાસી કસાણ, તા.મહુવા, જિ.ભાવનગર), જૈમીશ ઠાકરશી જીકાદરા (રહે,યમુનાપાર્ક સોસાયટી ડભોલી, મૂળ વણોટ, તા.મહુવા, જિ.ભાવ.)) અને ડો. સાહિલ વિનુ ધોધારી (રહે, હરીહરી સોસાયટી બાળ આશ્રમ સ્કુલની પાછળ કતારગામ)ને ઝડપી પાડ્યા હતાં. પીસીબીએ આરોપીઓ પાસેથી રેમડેસિવિર ઈન્જેકશન બોક્ષ નંગ-3 જેની કિંમત રૂપિયા 2697, મોબાઈલ ફોન નંગ-4 જેની કિંમત રૂપિયા 63,500, રોકડા રૂપિયા 12,520 તથા મોટર સાયકલ મળી કુલ રૂપિયા 1,23,717 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પીસીબીની પૂછપરછમાં આરોપીઓએ અમરોલી ન્યુ કોસાડ રોડ મુની ક્લીનીક ઍન્ડ નર્સીગ હોમના ડોકટર હિતેશ ડાભીએ ઈન્જેકશન સપ્લાય કયર્િ હોવાની કબૂલાત કરતા તેને વોન્ટેડ બતાવ્યો હતો.

 

 

મૂળ સુત્રધાર ભાવિન કેવડિયા અને ડો. હિતેશ ડાભી પણ ભાવનગર જિલ્લાના જ
પોલીસે ઝડપી લીધેલ જેનીશ કાકડીયા, ભદ્રેશ નાકરાણી, જૈમીશ ઠાકરશી જીકાદરા, ઉપરાંત અન્ય ડો.હિતેશ અને ભાવિન પણ ભાવનગર જિલ્લાના જ વતની છે. ડો.હિતેશ બાબુ ડાભી (ઉં.વ. 31, મૂળ રહે.સરકડીયા, ભાવનગર હાલ  રે. ક્રિષ્ના રેસી. અમરોલી), ભાવિન કેવડીયા (ઉં.વ.30, રહે મુળ ગારિયાધાર, હાલ  ક્રિષ્ના-રો-હાઉસ, યોગીચોક) તથા ડો.સાહીલ વિનુ ઘોઘારી (ઉં.વ. 27,રહે, મુળ અમરેલી, હાલ કતારગામ)નો સમાવેશ થાય છે. સૂત્રધાર ભાવિન અને ડો. હિતેશ ડાભી છે. ડો.સાહિલનું કમિશન રાખી ડો.હિતેશ ડાભીએ લક્ષ્મીકાંત મારફતે જૈમીશ જીકાદરાને 4 ઇન્જેક્શનો 28 હજારમાં વેચી ફોન પેથી રૂપિયા આપ્યા હતા. પીસીબીની 4 ટીમોએ 12 કલાકની મહેનતે ભદ્રેશ નાકરાણી, જૈમીશ જીકાદરા, ભાવિન કેવડીયા, ડો.સાહિલ ઘોઘારી અને ડો.હિતેશ ડાભી સહિત 6 જણાને પકડી પાડયા હતા. 3 રેમડેસિવિર, રોકડ 12520, 4 ફોન, બાઇક મળી 1.23 લાખની મતા કબજે કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS