દ્વારકાના વરવાળામાંથી ગાંજાના જથ્થા સાથે વૃદ્ધની અટક

  • January 02, 2023 05:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા પંથકમાં જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા ઇન્ચાર્જ પી.આઈ. પી.સી. સિંગરખીયાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ જીવાભાઈ ગોજીયા તથા જગદીશભાઈ કરમુરને મળેલી ચોક્કસ બાદમીના આધારે દ્વારકાથી આશરે છ કિલોમીટર દૂર વરવાળા ગામે રહેતા અરુણ ગોવિંદ પ્રસાદ સૂરજમલ અગ્રવાલ નામના ૬૨ વર્ષના વૃદ્ધના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો.


આ સ્થળેથી પોલીસને ૨૨૪ ગ્રામ માદક પદાર્થ ગાંજાનો જથ્થો સાંપડ્યો હતો. જેથી પોલીસે રૂપિયા ૨,૨૪૦ ની કિંમતના ગાંજા સાથે અરુણ ગોવિંદ પ્રસાદ અગ્રવાલની અટકાયત કરી, તેની સામે એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application