રાત્રી કરફ્યુમાં અન્ડર બ્રિજ પાસે વીડિયો બનાવી વાયરલ કરનાર યુવતીની ધરપકડ

  • April 16, 2021 02:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એ-ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં યુવતીને શોધી કાઢી: ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી પાયલ રાઠોડે વીડિયો બનાવવા બદલ માફી માગી


શહેરમાં રાત્રી કર્ફયુનો પોલીસ કડક અમલ કરાવી રહી છે ત્યારે એક યુવતિ મહિલા કોલેજ અન્ડર બ્રિજ પાસે ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.કર્ફયુના સમયમાં આ વિડીયો શુટ કરી સોશિયલ મિડીયા પર પોસ્ટ કરવામાં આવ્યા બાદ અમુક કલાક બાદ ડિલીટ કરી દેવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં એ ડિવિઝન પોલીસ તાત્કાલિક તપાસ કરીને વિડિયો બનાવનાર ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી અને જાગનાથ પ્લોટમાં રહેતી પાયલબા ઉર્ફે રતનસિંહ રાઠોડ ની ધરપકડ કરી હતી પોતાના આ પ્રકરણ અંગે પાયલે પોલીસ સમક્ષ માફી માગી અને આ વિડીયો તેણે સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો.

 


શહેરમાં વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને સરકારે રાજકોટ સહિત સમગ્ર રાજયના 20 મોટા શહેરમાં હાલ રાત્રિ કર્ફયૂ લગાવવામાં આવ્યો છે. રાત્રી કર્ફ્યુ નો કડક અમલ કરાવવા માટે પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ હાલ શહેરમાં રાત્રે પેટ્રોલીંગ અને ચેકિંગમાં નીકળે છે ત્યારે બીજી તરફ રાત્રિ કર્ફયૂ દરમિયાન મહિલા કોલેજ ચોક અંડરબ્રિજ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ નજીક એક યુવતીએ પોતાનો ડાન્સિંગ વીડિયો બનાવ્યો હતો અને આ વિડીયો ઇન્સ્ટાગ્રામ માં અપલોડ કરતા વાયરલ થયો હતો. વિડીયો વાયરલ થયો હોવાનું સામે આવતા આ યુવતી એ ગણતરીની કલાકોમાં વીડિયો ડિલીટ કરવાની ફરજ પડી હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

વીડિયો બનાવ્યા બાદ યુવતીએ તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કર્યો હતો. બાદમાં પોલીસના ડરે કે પછી બીજા કોઇ કારણોસર વીડિયો ડિલીટ કરી નાખ્યો હોવાનું ચચર્ઇિ રહ્યું છે. નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી આ વિડિયો શેર થયો હોય જે અંગે એ ડીવીઝન પોલીસ મથકના સ્ટાફે તપાસ કરતા આ વિડિયો બનાવનાર જાગનાથ પ્લોટ નંબર 21 અજય એપાર્ટમેન્ટમાં બ્લોક નંબર 95 નવમા માળે રહેતી પાયલબા ઉર્ફે પ્રિશા રતનસિંહ રાઠોડ હોવાનું સામે આવ્યું હતું ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી 25 વર્ષીય બાય બાય આ વિડીયો બનાવ્યા બાદ તેના વિરુદ્ધ તે ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી હતી અને કાયદાનો ભંગ કરવા બદલ પાયલ દ્વારા પોલીસ સ્ટેશનમાં જ પોતાની ભૂલ બદલ માફી માગતો એક વીડિયો પણ અપલોડ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS