રાજુલાના દેવકા ગામે જમીનમાં વાવેતરના બહાને લેન્ડ ગ્રેબિંગ સબબ ૬ શખસની ધરપકડ

  • December 02, 2023 01:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજુલા તાલુકાના દેવકા ગામના શખ્સની જમીન છેલ્લ ા એક વર્ષથી વાવેતર કરી પચાવી પાડવાના ઇરાદે ગેરકાયદેસર કબ્જો કરતા ૬ શખ્સોની ઘરપકડ કરી  લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી
અમરેલી જિલ્લ ા મા જમીન માફિયાઓ બેફામ બન્યા છે અવાર-નવાર જમીન પચાવી ની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે રાજુલા તાલુકાના કુંભારીયા ગામે આવેલ જમીન છેલ્લ ા ૧ વષે થી  ગેરકાયદેસર કબ્જો કરનારા છ શખ્શો સામે ડુંગર પોલીસમાં લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુનો દાખલ કરતા ચકચાર  મચી જવા પામી હતી
​​​​​​​
રાજુલા તાલુકાના મૂળ દેવકા ગામના અને હાલ મુંબઈ રહેતા વાલજીભાઇ આતાભાઈ ચૌહાણ ની રાજુલા તાલુકાના કુંભારીયા ગામે ખેતીની જમીન આવેલી છે જે જમીનનો છેલ્લ ા એક વર્ષથી કરશનભાઇ હરજીભાઇ ચૌહાણ  ભાવેશભાઇ કરશનભાઇ ચૌહાણ લાલજીભાઇ ઉર્ફે લાલાભાઇ કરશનભાઇ ચૌહાણ ત્રણેય રે.દેવકા માવજીભાઇ હરજીભાઇ ચૌહાણ  મધુભાઇ માવજીભાઇ ચૌહાણ  પ્રવિણભાઇ માવજીભાઇ ચૌહાણ ત્રણેય રે કુંભારીયા સહીત છ શખ્શો એ ગેરકાયદેસર કબ્જો કરી લીધેલ હતો જે કબઝો ખાલી કરવા અંગે જમીન માલિકે અવાર-નવાર કહેવા છતાં આ છયેય શખ્શોએ જમીન પચાવી પાડવાના ઇરાદે કબ્જો ખાલી કરતા ન હતા અને જમીન માલિકને મારી નાખવાની ધમકી આપતા હતા જે અંગે  આ તમામ ૬ શખ્સો સામે લેન્ડ ગ્રેબીંગ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધાતા  પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application