જાહેરનામાનો ભંગ કરનાર ૧૧ વેપારી સહિત ૪૫ ની ધરપકડ: કડક કાર્યવાહી

  • May 22, 2020 06:50 PM 313 views

શહેરમાં લોકડાઉન દરમિયાન છૂટછાટ સાથે પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બાબતે થોડો હાથે કામ લેવાનું શરૂ કર્યું છે તેમ જ મહાનગરપાલિકા દ્વારા દુકાનદારોને ઓડ અને ઈવન ના નિયમો પ્રમાણે દુકાન ખુલ્લી રાખવા તાકીદ કરી હોવા છતાં ઘણા બધા વેપારીઓ આ નિયમનો ભંગ કરીને પોતાની મરજી મુજબ દુકાનો ખુલ્લી રાખતાં હોય ત્યારે પોલીસે હવે જાહેરનામાનો કડક અમલ કરાવવા માટે કાર્યવાહી શરૂ કરી છે શહેરમાં પોલીસે અલગ-અલગ ૧૧ વેપારીઓની જાહેરનામાનો અમલ નહીં કરવા તેમજ સાંજે ચાર વાગ્યા બાદ દુકાન ખુલ્લી રાખવા બદલ ધરપકડ કરી છે.
તેમજ પોલીસે કર્ફ્યૂ દરમિયાન બહાર નીકળેલા લોકો વિરુદ્ધ તથા ડબલ સવારી મોટરસાઇકલને પર નીકળેલા ચાલકો સામે કાર્યવાહી કરી હતી આમ પોલીસે કુલ અલગ અલગ ૪૫ સામે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે


પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સંયુક્ત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ શાહ નાયબ પોલીસ કમિશનર મનોહરસિંહ જાડેજા નાયબ પોલીસ કમિશનર રવિ મોહન સૈની દ્વારા સુચના અને માર્ગદર્શન હેઠળ શહેરના તમામ પોલીસ ડિવિઝન પીઆઈ ને જાહેરનામું તેમજ કર્યું તથા બોર્ડ અને એમના નિયમોનો કડક અમલ કરાવવા માટે સૂચના આપવામાં આવી હતી જેના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી ઓડ-ઈવન નિયમોનો ભંગ બદલ એ-ડિવિઝન પોલીસે લાખાજીરાજ રોડ પર કાપડની દુકાન ધરાવતા મુરલીભાઈ ભોલારામ હેમનાણી (રહે. અક્ષરનગર-૨, ગાંધીગ્રામ), ઢેબર રોડ પર વન-વે માં હાર્ડવેરની દુકાન ધરાવતા મહમદશામ જૈનુદ્દીન શામ (૨હે. વોરા સોસાયટી, જામનગર રોડ), આ જ વિસ્તારમાં સદગુરૂ આર્કેડની સામે રોલેક્ષ ટ્રેડીંગ કંપની નામની દુકાન ધરાવતા આસીમસાલેહભાઈ તેજાવાલા (રહે. મારૂતિનગર-૧, એરપોર્ટ રોડ), કેનાલ રોડ પર જનતા પેઈન્ટ નામની દુકાન ધરાવતા દિલીપ દલપતભાઈ રાઠોડ (નવયુગપરા-૧)ની ધરપકડ કરી હતી. જ્યારે આજીડેમ પોલીસે ભાવનગર હાઈવે પરના ક્રિષ્ના ફ્રીઝ કોલ્ડ નામની દુકાન ધરાવતા હરદીપ દેવરાજ બરાડીયા (રહે. માનસરોવર પાર્ક-૨) અને માલવીયાનગર પોલીસે પર્ણકુટી સોસાયટી મેઈન રોડ સીતારામ ટાવર સામે બેબી લેન્ડ નામની દુકાન ધરાવતા જયેશ રસિકભાઈ જીવાણી (રહે.કોપર એલીગન્સ, બ્લોક નં.૭૦૩, જીવરાજ પાર્ક નજીક)ની ધરપકડ કરી હતી. ભક્તિનગર સ્ટેશન પ્લોટ શેરી નં.૭/ ૧૧માં વિરાણી કોપ્લેક્ષમાં સાંજે ૪ વાગ્યા બાદ મનીષ ટ્રેડર્સ નામની દુકાન ખુલ્લી રાખનાર મનીષ જીવનભાઈ ટુંડીયા (ઉ.વ.૪૧, રહે. એ. જી. ચોક, રૂડા-૧, કાલાવડ રોડ)ની અને ભવાનીનગર શેરી નં.માં ઘર પાસે દુકાનો ખુલ્લી રાખનાર કરી હતી. અલ્પેશ ભગવાનજીભાઈ ભુવા (ઉ.વ.૩૨)ની એ-ડિવિઝન પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે પ્રદ્યુમન નગર પોલીસે સદર બજાર માં બાલાજી શોપિંગ સેન્ટરમાં કરિયાણાની દુકાન ધરાવતા પ્રિય કિશોર જોબનપુત્રાની જાહેરનામાનો ભંગ કરવા બદલ ધરપકડ કરી હતી તેમજ તાલુકા પોલીસે અલય પાર્ક મેઇન રોડ પર તુલસીપાન નામે દુકાન ચલાવતા વિશાલ બાબુ ભાલારા તેમજ આંગન રેસીડેન્સી વાવડી ગામે ઈલેક્ટ્રીક નામની દુકાન ચલાવતાં સુરેશ ભારતી નારણ ભારતી ગૌસ્વામી તેમજ શ્રીજી પ્રોવિઝન સ્ટોર નામે આંગન રેસીડેન્સી માં દુકાન ચલાવતા જીતેન્દ્રસિંહ પ્રહલાદ વાઘેલા ની ધરપકડ કરી સાંજે ચાર વાગ્યા બાદ પર દુકાન ખુલ્લી રાખવા બદલ તેમના વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. જ્યારે પોલીસે જાહેરનામાનો ભંગ તેમજ કરફ્યુ ભંગ કરનાર ૨૪ લોકો વિરુદ્ધ તથા પોલીસ કમિશનરના જાહેરનામાનો હોવા છતાં ડબલ સવારી મોટરસાયકલ પર નીકળેલા ૧૦ શખ્સોની ધરપકડ કરી. પોલીસે ૧૧ વેપારીઓ સહિત ૪૫ ની ધરપકડ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application