ધોરણ ૯ થી ૧૨ના મુખ્ય વિષયોનું શિક્ષણ વિદ્યાર્થીઓ ઘરે બેઠા મેળવી શકે તેવી વ્યવસ્થા

  • April 07, 2020 03:53 PM 279 views

ઘરે બેસીને વિદ્યાર્થીઓ નવા ધોરણનું શિક્ષણ મેળવી શકે તે માટે શિક્ષણ બોર્ડ દ્વારા ઓનલાઇન શિક્ષણ અપાશે. શિક્ષણ વિભાગે ધોરણ ૩ થી ૮ અને ધોરણ નવ તથા ધોરણ ૧૧ ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે ત્યારે ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ ને ઘરે બેસીને શિક્ષણ મેળવી શકાય તે માટે શિક્ષણ બોર્ડ દ્વારા યુ ટ્યુબ ચેનલ પર જીએસએચએસઇબી પર અપાશે. આ લીંક જિલ્લા શિક્ષણ અધિકારી, આચાર્ય અને શિક્ષકો ને સોશિયલ મીડિયામાં શેર કરવા માટે આદેશ કરાયો છે. શિક્ષણ બોર્ડના દરેક ધોરણોના ચેપ્ટર મુજબના મુખ્ય વિષયો નો કાર્યક્રમ અપલોડ કરાયો છે આથી ઘરે રહેતા વિદ્યાર્થીઓને નવા ધોરણનું સરળતાથી શિક્ષણ મેળવી શકાય તે માટે આ ઓનલાઇન શિક્ષણ આપવાનો નિર્ણય લેવાયો છે જેના માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૯ થી ૧૨ ના તજજ્ઞો પાસે દરેક વિષયના મુજબ શૈક્ષણિક કાર્યક્રમો બનાવીને યુટ્યુબ ચેનલ પર અપલોડ કર્યા છે. આ ઉપરાંત પાઠ્યપુસ્તકોની સોફ્ટ કોપી મંડળ ની વેબ સાઈટ પર ઉપલબ્ધ કરાઈ છે.


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application