આ ક્રિકેટરને અર્જુન તેંડુલકરે ઘણી વખત બોલ મારવાની ચેતવણી આપી હતી

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ભારતની અંડર 19 ક્રિકેટ ટીમનો હિસ્સો રહી ચૂકેલા ઓલરાઉન્ડર અર્જુન તેંડુલકર વિશે ઇંગ્લેન્ડના ક્રિકેટર ડેનિયલીએ મોટો ખુલાસો કર્યો છે. ડેનિયલીએ  એક વેબસાઈટ સાથે ખાસ વાતચીતમાં ખુલાસો કર્યો છે કે અર્જુન તેંડુલકરે તેને ઘણી વખત બોલ મારવાની ચેતવણી આપી હતી.


એ જાણી લઈએકે ડેનિયલી અને સચિનનો દીકરો અર્જુન ખૂબ સારા મિત્ર છે. ડેનિયલી એ  જ્યારે અર્જુન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે તેઓ અર્જુનના બોલ રમવાથી ડરે છે.

 

ડેનિયલી વ્યાટે વાતચીતમાં જણાવ્યું છે કે હું અને અર્જુન સચિન તેંડુલકર પ્રથમ વખત લોર્ડસમાં મળ્યા હતા. વર્ષ 2009-10મા એમસીસી યંગ ક્રિકેટર સાથે લોર્ડ્સમાં ટ્રેનિંગ લઈ રહ્યા હતા.

 

આ સમયે અર્જુન દસ વર્ષ નાના હશે અને ખૂબ જ નાના હતા ત્યારે તેમની બોલિંગ અને બેટિંગ ખૂબ જ સારી હતી ડેનિયલીએ આગળ જણાવ્યું હતું કે સમયની સાથે અર્જુન તેંડુલકર દિનપ્રતિદિન પ્રગતિ થતી ગઈ, અને  પોતાની બોલિંગ માટે આત્મવિશ્વાસથી ભરપૂર અર્જુને ઘણી વખત મારા માથા પર બોલ મારવાની ચેતવણી પણ આપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS