બાણવીર દીપિકા કુમારીના લગ્નની વિધિનો પ્રારંભ, કાલે સપ્તપદીના સાત ફેરા લેશે.

  • June 29, 2020 11:05 AM 371 views

 

આંતરરાષ્ટ્રીય બાણવીર દીપિકા કુમારી તુરંત જ લગ્નના બંધનમાં બંધાવા જઇ રહી છે. દીપિકાના લગ્ન 30 જૂનના રોજ બાણવીર અતનુ દાસ સાથે થશે. તેના લગ્નની વિધિનો રાંચીમાં પ્રારંભ થઈ ચૂક્યો છે.

 

દીપિકાની હલ્દીની રસમ સાથે તમામ વિધીઓ ધીરે-ધીરે શરૂ થઈ ચૂકી છે. કોરોના કાળમાં યોજાવવા  જઈ રહેલા આ લગ્નમાં સંખ્યામાં મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે. લગ્નમાં ભાગ લેવા માટે ઘણી પ્રસિદ્ધ હસ્તીઓને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

 

દીપિકાના સંબંધીઓના જણાવ્યા પ્રમાણે કુલ 60 નિમંત્રણ કાર્ડ મોકલવામાં આવ્યા છે. રાંચીમાં યોજાનારા લગ્ન દરમિયાન માસ્ક, સેનીટાઇઝર અને અન્ય ઉપાય પણ કરવામાં આવશે. કોરોના મહામારી સાથે સરકારે સૂચવેલા નિર્દેશોનું પાલન પણ કરવામાં આવશે.

 

એટલું જ નહીં સામાજિક અંતરના નિયમને ધ્યાનમાં રાખી અલગ અલગ સમયે મહેમાનોને અલગ-અલગ સ્લોટમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. દીપિકા એ પણ જણાવ્યું છે કે પોતાને અને મહેમાનોને સુરક્ષિત રાખવા માટે તમામ સુરક્ષાના ધારાધોરણોનું પાલન કરવામાં આવી રહ્યું છે.

 

એ જાણી લઈએ કે દીપિકાએ 2018માં અતનુ સાથે સગાઈ કરી હતી. આજે કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ જણાવ્યું હતું કે લગ્નમાં કન્યાદાનની વિધિ તેઓના હાથે થશે અર્જુન મુંડાની સાથે સાથે ઘણી મોટી હસ્તીઓ પણ આ લગ્ન સમારંભમાં ભાગ લઈ શકે છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application