ફીમાં કોઈપણ પ્રકારના ઘટાડા સાથે કામ કરવા તૈયાર છે અર્ચના પૂરન સિંહ

  • September 14, 2020 04:23 PM 473 views

 

લોકડાઉનના કારણે શૂટિંગ બંધ હતા અને તેના કારણે ચેનલ અને પ્રોડ્યુસર્સને ઘણું નુકસાન ભોગવવું પડ્યું હતું. હવે નવી ગાઇડલાઇન સાથે શૂટિંગ ફરી શરૂ થયું છે પરંતુ ચેનલ અને પ્રોડ્યુસરનો નફો ઘટી ગયો છે જેની અસર આર્ટિસ્ટની ફી પર પણ થઈ છે. આ વાત જણાવી છે ધ કપિલ શર્મા શોમાં મહત્વનું પાત્ર ભજવતી અર્ચના પૂરન સિંહએ.

 
એક મુલાકાત દરમિયાન અર્ચના પૂરણ સિંહે જણાવ્યું હતું કે તે લોકડાઉન બાદ શૂટિંગની ઓછી ફી લઇ રહી છે અને જો કોઈ કારણસર ચેનલ હજુ તેમની ફી ઘટાડશે તો પણ તેને કોઈ વાંધો નથી. આ બાબતે અર્ચનાએ જણાવ્યું  હતું કે, 'હવે આ મુશ્કેલ સમયમાં અમને ફી ઘટાડવા માટે કહેવામાં આવી રહ્યું છે તો અમારે પણ એક વાસ્તવિક ફી કહેવાની હશે. જો અમે અમારી ફી નહીં ઘટાડીએ તો અમારા કારણે 4 અન્ય લોકોને કામ છોડવું પડશે. જો અમે આ બાબતે રાજી થઇ જઈએ તો કોઈને ઘરે બેસવું નહીં પડે. હું કોઈપણ પ્રકારના ઘટાડા માટે તૈયાર છું.'

 

લોકડાઉન બાદ માર્ચ મહિનાથી 'ધ કપિલ શર્મા' શોનું શૂટિંગ બંધ હતું. ત્યારબાદ સોશિયલ મીડિયા મારફતે અર્ચના ફેન્સને ઘણા એન્ટરટેન કરતી હતી. ત્રણ મહિના પછી ફરીવાર સેટ પર આવીને એક્ટ્રેસ ઘણી ખુશ છે. તેનું માનવું છે કે તે એક આર્ટિસ્ટ છે અને તેને કામ કર્યા વગર સારું લાગતું નથી. આવામાં તે બધી શરતો માનવા તૈયાર છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application