જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિની બેઠકમાં ૭૨૮.૫૬ લાખના રસ્તા– બિલ્ડિંગના કામોને મંજૂરી

  • June 15, 2021 05:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડીડીઓ અને પ્રમુખની ચેમ્બરમાં નવા એર કન્ડિશન ફિટ કરાશે



રાજકોટ જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિની એક બેઠક ચેરમેન પ્રવીણભાઈ કીયાડાના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં રસ્તા અને બિલ્ડીંગ ને લગતા ૭૨૮.૫૬ લાખના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે.

 


કમિટીના ચેરમેન પ્રવીણભાઇ કીયાડા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદર,સમિતિના સભ્યો વિરલ પનારા રાજેશ ડાંગર શૈલેષ ડોબરીયા લીલાબેન ઠુંમર અને કાર્યપાલક ઇજનેર એચ.ડી.ડાંગરની ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકમાં બાંધકામ સમિતિના અધિકાર મુજબ ૫૫.૨૧ લાખના આંગણવાડી તેમજ પંચાયત બિલ્ડીંગ ના ટેન્ડર મંજુર કરવામાં આવ્યા છે ૬૭૩.૩૫ લાખના કામોની કારોબારી સમિતિમાં મંજૂરી માટે ભલામણ કરવામાં આવી છે.

 


જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીની ચેમ્બરમાં તથા પ્રમુખના બંગલે ત્રણ નવા એર કન્ડિશન ખરીદવાના હોવાથી તે અંગેની દરખાસ્ત આજની બેઠકમાં આવી હતી અને તેને મંજૂરી આપવામાં આવી છે જીઇએમ પોર્ટલ પર દરખાસ્ત મુકી ને ખરીદી કરવાનો નિર્ણય આ બેઠકમાં લેવાયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS