ભારત બાયોટેકની નાકથી આપી શકાય તેવી વેક્સીનના બીજા ફેઝના ટ્રાયલને મળી મંજૂરી

  • August 14, 2021 09:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત બાયોટેક દ્વારા તૈયાર કરાયેલી કોરોનાની નાકથી આપી શકાય તેવી પહેલી રસી (ઈન્ટ્રાનેઝલ વેક્સીન)ના બીજા ફેઝના ક્લિનિકલ પરીક્ષણ માટે રેગ્યુલેટરની મંજૂરી મળી ગઈ છે. ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી (ડીબીટી)એ આ જાણકારી આપી. ડીબીટીએ કહ્યું કે, 18 વર્ષથી 60 વર્ષની ઉંમરના જૂથમાં પહેલા તબક્કાનું ક્લિનિકલ પરીક્ષણ પુરું થઈ ગયું છે.

 

તેણે કહ્યું કે, 'ભારત બાયોટેકની નાકથી અપાતી (ઈન્ટાનેઝલ) રસી પહેલી નેઝર રસી છે, જેના બીજા તબક્કાના પરીક્ષણ માટે રેગ્યુલેટરની મંજૂરી મળી ગઈ છે.' પહેલા રિલીઝ કરાયેલા એક સ્ટેટમેન્ટમાં ડીબીટીએ કહ્યું હતું કે, બીજા અને ત્રીજા તબક્કાના ક્લિનિકલ પરીક્ષણની મંજૂરી મળી ગઈ છે. તે આ પ્રકારની પહેલી કોવિડ-19 રસી છે, જેનું ભારતમાં મનુષ્ય પર ક્લિનિકલ પરીક્ષણ થશે.

 

આ રસી બીબીવી154 છે, જેની ટેકનોલોજી ભારત બાયોટેકે સેન્ટ લુઈસ સ્થિત વોશિંગ્ટન યુનિવર્સિટી પાસેથી મેળવી હતી. ડીબીટીએ કહ્યું કે, 'કંપનીએ જાણકારી આપી છે કે, પહેલા તબક્કાના ક્લિનિકલ પરીક્ષણમાં ભાગ લેનારા સ્વસ્થ વ્યક્તિઓને લગાવાયેલા પહેલા ડોઝને શરીરે સારી રીતે સ્વીકાર્યું છે. કોઈ ગંભીર પ્રતિકૂળ પ્રભાવની જાણકારી નથી.'

 

ક્લિનિકલ પૂર્વ સ્ટડીઝમાં પણ રસી સુરક્ષિત જણાઈ હતી. પશુઓ પર થયેલી સ્ટડીમાં રસી એન્ટીબોડીનું ઉચ્ચ સ્તર બનાવવામાં સફળ રહી. કોવિડ-19ની રસીના વિકાસ માટે મિશન કોવિડ સુરક્ષાની શરૂઆત કરાઈ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021