જામનગર આઈ.ટી.આઈ. ખાતે આગામી ૧૧ મે ના રોજ એપ્રેન્ટિસ ભરતીમેળાનું આયોજન
વિવિધ ખાનગી કંપનીઓ દ્વારા સ્થળ પર જ પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે : ઉમેદવારોને જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહેવા અનુરોધ
જામનગર તા.૦૬, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જામનગર દ્વારા આગામી તા.૧૧/૦૫/૨૦૨૬ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સંસ્થાના કેમ્પસમાં એપ્રેન્ટિસ ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં ખાનગી ક્ષેત્રના વિવિધ પ્રતિષ્ઠિત નોકરીદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને લાયક ઉમેદવારોની સ્થળ પર જ પસંદગી કરશે. આ મેળામાં સહભાગી થવા ઈચ્છતા ઉમેદવારોએ પોતાના બાયો-ડેટા, શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવના પ્રમાણપત્રોની નકલ અને પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ સાથે કોન્ફરન્સ રૂમ, ત્રીજો માળ, આઈ.ટી.આઈ. કેમ્પસ, જામનગર ખાતે નિયત સમયે હાજર રહેવાનું રહેશે. આ તકનો મહત્તમ લાભ લેવા આચાર્ય આઈ.ટી.આઈ. દ્વારા જણાવાયું છે.