રાજ્યમાં રાજકોટ સહિત 8 જિલ્લામાં કોવિડ કેર સેન્ટર ખાતે ખાસ અધિકારીઓની નિમણૂક

  • April 05, 2021 09:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં વકરતી કોરોનાની સ્થિતને ધ્યાનમાં રાખતાં રાજ્યના  8 જિલ્લામાં આઈએએસ સહિતના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ નિવારાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ સંદર્ભમાં 8 જિલ્લામાં કોવિડ કેર સેન્ટર ખાતે તબીબી કામગીરીનું સુપરવિઝન, દેખરેખ, સંકલન તેમજ આનુષાંગિક કામગીરી માટે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. 

 

 


આ તમામ આઈએએસ અધિકારીઓ તેમની મૂળ કામગીરી ઉપરાંત તાત્કાલિક અસરથી ઉપરોક્ત જવાબદારીઓ પણ સંભાળશે. આ નિર્ણય અનુસાર રાજકોટ જિલ્લાની જબાવદારી આઈએએસ સ્તુતિ ચારણ સોંપવામાં આવી છે. જામનગર ખાતે આઈએફએસ આર ધનપાલ, ભાવનગર ખાતે આર આર ડામોર અને જૂનાગઢ ખાતે ડો સુનિલકુમાર બેરવાલ જવાબદારી સંભાળશે.

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS