એઇમ્સ માટે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની નિમણૂક: રાજકોટમાં ઓફિસ શરૂ

  • November 25, 2020 06:10 PM 371 views

રાજકોટ ખાતે જામનગર રોડ ઉપર પરા પીપળીયા નજીક નિમર્ણિ પામી રહેલી એઇમ્સના પ્રોજેક્ટમાં ઝડપ આવે અને રોજબરોજના પ્રશ્નો સ્થાનિક કક્ષાએ જ ઉકેલાઈ જાય તથા કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથેના પ્રશ્નોના નિવારણ માટે કોઈ એક વ્યક્તિની જવાબદારી નક્કી થાય તેવા આશયથી કેન્દ્ર સરકારે એમ્સના રાજકોટના પ્રોજેક્ટ માટે 2004ની બેચના ઇન્ડિયન રેવન્યુ સર્વિસ (આઈઆરએસ)ના શ્રમદિપ સિંહની નિમણૂક કરી છે.સિવિલ હોસ્પિટલમાં તેમને ખાસ ઓફિસ ફાળવવામાં આવી છે અને આજે તેમણે વિધિવત ચાર્જ સંભાળી લીધો છે.

વિજયવાડા અને ગોપાલગંજની એઇમ્સના નિમર્ણિમાં મહત્વની ભૂમિકા ભજવનાર શ્રમદીપ સિંહ અને રાજકોટ ગ્રામ્ય પ્રાંતના અધિકારી દેસાઈએ આજે એઇમ્સના સૂચિત પ્રોજેક્ટની સાઇટ વિઝીટ કરી હતી. ડેપ્યુટી ડાયરેક્ટર કક્ષાના આ અધિકારીની નિમણૂક એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તરીકે કરવામાં આવી છે અને તેની કચેરીમાં સ્ટાફ માટેની નિમણૂક આગામી દિવસોમાં કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application