આ હેર પેક લગાવવાથી ચોમાસામાં એક પણ વાળ નહિ ખરે

  • July 20, 2021 06:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચોમાસામાં હેરફોલ, ડ્રાયનેસ, સ્કેલ્પ ઇન્ફેકશન, વાળમાં ખંજવાળ, વગેરે ત્વચાના રોગો ખુબ વધી જાય છે. વરસાદમાં વાળ પલળવાથી માથામાં જુ પણ પડે છે. નેચરલ હેર પેક લગાવીને તમે સિલ્કી, સ્મૂધ, શાઈની વાળ મેળવી શકો છો.

 

 

હેર પેક માટેની સામગ્રી :

 

 

દહીં- 4 ચમચી, કંડીશનર- 2 ચમચી, ડુંગળીનું તેલ- 1 ચમચી, ઓલીવ ઓઈલ- 1 ચમચી  

 

 

હેર પેક બનાવવાની રીત : 

 

 

એક બાઉલમાં દહીં, કંડીશનર અને ડુંગળીનું તેલ નાંખીને સારી રીતે મિક્સ કરો. તમે ઓલીવ, લવિંગ, સરસવ કે એરન્ડીયુ પણ વાપરી શકો છો. અને પછી વાળ સારી રીતે ઓળી લો. બ્રશ વડે સારી રીતે હેર પેક વાળમાં લગાવી લો. અને 15 મિનીટ માટે હેર પેક લગાવીને રહેવા દો. અને પછી વાળ શેમ્પુ વડે ધોઈ નાંખો. અઠવાડિયામાં બે વખત આ હેર પેક લગાવી શકો છો. 

 

 

આ હેર પેક એન્ટી- ફંગલ, એન્ટી- બેક્ટેરીયલ પ્રોપર્ટીઝ ધરાવે છે. જંતુઓ નાશ કરવાની સાથે વાળ પણ સિલ્કી શાઈની થઇ જાય છે. અને તમારા બેજાન અને રૂખા- સુખા વાળ ફરીથી ચમકી ઉઠે છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application