ફેશિયલ હેર પર લગાવો આ હોમમેડ ફેસ પેક અને કાયમ માટે દૂર કરી લો સમસ્યા

  • May 06, 2021 09:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચહેરા પર વાળ હોવા એ સામાન્ય વાત છે, પરંતુ જો તે વધારે પ્રમાણમાં હોય તો તે મહિલાઓ માટે શરમનું કારણ બને છે. દરેક મહિલા માટે પૈસા ખર્ચ કરી લેસર ટ્રીટમેન્ટ કરવાનું શક્ય નથી. આવી સ્થિતિમાં મહિલાઓ આ વાળ છુપાવવા માટે બ્લીચ, ચહેરા પર વેક્સ અને રેઝર વગેરેની મદદથી લે છે. પરંતુ ઘણી વખત તેના કારણે બીજી મુશ્કેલીઓ પણ થઈ શકે છે. જો તમારી પણ આ સમસ્યા છે તો તેનાથી છૂટકારો મેળવવા માટે તમે આ ઘરેલું ઉપાય કરી શકો છો. 

 

 

સૌથી પહેલા થોડી ખાંડ લો, તેમાં લીંબુનો રસ અને થોડું પાણી ઉમેરી તેને ગરમ કરો. તે થોડું ઘટ્ટ થાય એટલે તેને ઠંડુ કરો અને પછી તેને વાળની ​​ઉલટી દિશામાં લગાવો. આ પેસ્ટ સૂકાય પછી આ પેસ્ટને ભીના હાથ કરીને અને મસાજ કરતાં કરતા દૂર કરો. આ પછી ચહેરા પર એલોવેરા જેલ લગાવો. આ કામ અઠવાડિયામાં 2-3 વાર કરો. ચહેરા પરના વાળ કાયમ માટે દૂર થઈ શકે છે. 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS