પાતળા વાળને વોલ્યુમ આપવા અપનાવો આ હોમ રેમેડિઝ

  • May 21, 2021 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલના સમયમાં પાતળા વાળ મોટી સમસ્યા બની ગઈ છે. હેર ફોલ આ કેમિકલ્સ અને પેસ્ટ્રીસાઈટ્સને કારણે થતું હોય છે. જો કે તેના માટે અનેક ઘરગથ્થુ ઉપાયો છે જેનાથી હેર ફોલ અટકાવી શકાય છે અને હેરને વોલ્યુમ આપી શકાય છે. આ ઉપાયો નીચે મુજબ છે.

 

વાળમાં દહીં નાંખવું : 

 

જો તમારા વાળ ડ્રાય, નિસ્તેજ તથા પાતળાં થઈ ગયા હોય તો તમે તમારા વાળની લંબાઈના આધારે દહીં લેવું. સાદા દહીંમાં એક ચમચી મધ મેળવીને તેને યોગ્ય રીતે મિક્સ કરવું. આ મિશ્રણને વાળમાં લગાવો. 30 મિનિટ પછી હુંફાળા પાણી અને શેમ્પૂથી વાળને ધોઈ નાખવા. આ ઘરેલુ નુસ્ખાની અસર તમને તરત જ દેખાઈ આવશે. 

 

મેથીના દાણાની પેસ્ટ : 

 

મેથીના દાણામાં મહત્તમ પ્રમાણમાં પ્રોટીન હોય છે અને સ્વસ્થ વાળ માટે પ્રોટીન ખૂબ જ જરૂરી હોય છે. સાથે જ મેથીમાં નિકોટિનિક એસિડનો ભાગ હોય છે, જે વાળના મૂળીયામાં થતો ખોળો અટકાવે છે અને વાળને ખરતાં અટકાવે છે. વાળમાં મેથીના દાણા લગાવવા માટે તમારે બે ચમચી મેથીના દાણાને રાત્રે પાણીમાં પલાળી રાખી દેવા. તેને પીસીને પેસ્ટ બનાવી લેવી. 13 પેસ્ટમાં 1 ચમચી નારિયેળ તેલ મિક્ષ કરવું. હવે આ મિશ્રણને 30 મિનિટ સુધી વાળમાં લગાવી રાખવું. જે પછી શેમ્પૂ કરી લેવું. સપ્તાહમાં ત્રણ વખત કરવાથી વાળ ઘાટા અને ચમકદાર થઈ જશે. 

 

ડુંગળીનો રસ : 

 

ડુંગળીનો રસ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે સપ્તાહમાં બેથી ત્રણ વખત તમારા વાળમાં ડુંગળીનો રસ લગાવી શકો છો. તેમાં મોજુદ ડાયટ્રી સલ્ફર નવા વાળને ઉગાડવા અને વાળને પોષણ આપવાનું કામ કરે છે. જેનાથી વાળ ઘાટા અને સ્વસ્થ દેખાય છે.

 

એલોવેરા જેલ : 

 

એલોવેરા જેલ આપણી ત્વચા માટે જેટલું સારુ મોઇશ્ચ્યુરાઇઝર છે તેટલું જ વાળ માટે પણ છે. તે વાળને કન્ડિશનિંગ કરે છે. હેર ડેમેજ કંટ્રોલ સાથે જ તે પહેલેથી ડૅમેજ થઈ ગયેલા વાળને રીપેર કરવાનું કામ પણ કરે છે. સિલ્કી, સ્મુધ અને ઘાટ્ટા વાળ માટે સપ્તાહમાં બે વખત વાળ પર 30 મિનિટ સુધી એલોવેરા જેલ લગાવવું.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS