શિશુને દાંતના દુખાવામાંથી રાહત અપાવવા આ ઘરેલુ ઉપચાર કરો

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

દરેક બાળકોના શરીરનો વિકાસ અલગ-અલગ પ્રકારના હોય છે, બાળકોના દાંત આવવાની કોઈ ઉંમર નથી હોતી, પરંતુ સામાન્ય રીતે 4 થી 10 મહિનાના શીશુને દાંત નીકળવાનું શરુ થઇ જાય છે.

 

બાળકોના દાંત આવવાની પ્રક્રિયા 6 થી 24 મહિનાની વચ્ચે થતી હોય છે. માતા-પિતા તરીકે તમે સરળતાથી જાણી શકો છો કે બાળકોને દાંત આવવાનો પ્રારંભ ક્યારે થઇ રહ્યો છે. 

 

બાળકો મોટાભાગે પેઢામાં ખંજવાળ આવતી હોય કોઈ પણ ચીજ-વસ્તુને મોઢામાં નાખવાની કોશિશ કરે છે. તેમજ કોઈપણ ચીજ વસ્તુ લઈ અને મોઢામાં નાખીને ચાવવા માંડે છે.

 

દાંતના ડોકટરો જણાવે છે કે બાળકોને દાંત આવે છે ત્યારે કેટલાક લક્ષણો જોવા મળતાં હોય છે. જેમ કે મોઢામાંથી  લાળ આવવી,  મોઢા માં ચીરા પડવા, દાઢમા સોજો આવવો, દુખાવો થવો કે પછી અસહજ થવાથી બાળકને રડવું આવવું, બાળક ચીડિયો થઈ જાય તેને ઊંઘમાં સમસ્યા આવે, કાન ખેંચવા લાગે કે ગાલને ઘસવા લાગે, શરીરના તાપમાનમાં ફેરફાર જોવા મળે વગેરે. અન્ય કેટલાક લક્ષણોમાં તાવ આવવો, ડાયરિયા થવો કે પછી ઊલટી થવી વગેરે સામાન્ય લક્ષણો છે. આ માટે આ પ્રકારના કોઇ પણ લક્ષણ નજરે પડે તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

 

પ્રારંભિક સમયે બાળકને સમજાવવું મુશ્કેલ બની શકે છે, બાળકોની સમસ્યા ઘટાડો કરવામાં પણ આ સલાહથી મદદ મળી રહે છે, જો બાળકો દાંત આવતા હોય તે સમયની પ્રક્રિયાને તમે આરામ દાયક બનાવવા માગતા હોય તો કેટલાક ઘરેલૂ નુસખાઓ અજમાવવા જોઈએ.

 

ટીથીંગ રીંગને ફ્રીઝમાં રાખો અને ઠંડુ થયા બાદ બાળકોને તમે રમવા આપી શકો છો. જે બાળકોને દુખાવો ઓછો કરવામાં મદદગાર નીવડે છે, પરંતુ તેને ફ્રીઝરમાં રાખવી જોઈએ નહીં.

 

બાળકને રાહત આપવા માટે હળવી મસાજ આપી શકો છો, પોતાની આંગળી સાફ કરો અને બાળકના પેઢા પર ધીરે ધીરે ઘસો, હળવેથી માલિશ કરવાથી બાળકને દુખાવો ઓછો થવાથઈ રાહત થશે.

 

 બાળકને એક સાફ અને ઠંડુ ભીનું કપડું ચાવવા માટે આપી શકો છો, તેના દ્વારા પણ બાળકને રાહત મળે છે.

 

દિવસમાં શક્ય હોય તેટલી વખત શીશુના ચહેરાની માલિશ કરવાની કોશિશ કરો, એવું કરવાથી બાળકના ચહેરા જડબા અને પેઢામાં લોહીનું પરિભ્રમણ થતાં તેને દુખાવામાં રાહત મળશે.

 

લવિંગમાં ગરમાવો લાવવા અને દુખાવા રહિત બનાવવાનો ગુણ હોય છે. બાળકને પીસેલા લવિંગનું પાણી નાળિયેર તેલ કે નમક રહિત બટર સાથે મેળવી અને ફ્રિજમાં રાખીને પછી તેના પેટા પર લગાડવાથી રાહત મળશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS