મિનિ લોકડાઉનના બદલે હાફ–ડે લોકડાઉન લાગુ કરો: ચેમ્બર

  • May 11, 2021 04:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તમામ દુકાનોમાં સવારે ૮થી બપોરે ૩ સુધી વેપાર ચાલુ રહે તેવું હાફ–ડે લોકડાઉન કરો, ઉધોગો રાબેતા મુજબ ચાલુ રાખો: રાજકોટ ચેમ્બર પ્રમુખ વી.પી.વૈષ્ણવની મુખ્યમંત્રીને રજૂઆત

 


રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર્ર કચ્છની ૬૫ વર્ષ જુની મહાજન સંસ્થા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્રારા આજે બપોરે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ એવી રજૂઆત કરવામાં આવી છે કે, હાલમાં જે પ્રકારનું આંશિક અને સ્વૈચ્છિક લોકડાઉન અમલી છે તેના બદલે રાજકોટ સહિત સમગ્ર ગુજરાત રાયમાં સવારે ૮થી બપોરે ૩ સુધી વેપાર ધંધા ચાલુ રહે તેવું હાફ–ડે લોકડાઉન લાગુ કરો.

 


વિશેષમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી.વૈશ્ર્ણવે વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા થોડા દિવસોથી વેપારીઓમાં એવી ચર્ચા ચાલી હતી કે આ પ્રકારનું અધકચરું લોકડાઉન રાખવાના બદલે પૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવે અથવા તો ગ્રામ્ય વિસ્તારોમાં જે રીતે હાલ સ્વૈચ્છિક રીતે હાફ–ડે લોકડાઉન લાગુ કરાયું છે તેવું લોકડાઉન અમલી કરવામાં આવે.

 

 

આ સંદર્ભે આજે રાજકોટના વ્યાપાર ઉધોગ જગતના વિવિધ ૨૮ જેટલા સંગઠનો સાથે ઓનલાઇન મીટિંગ યોજયા બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, મુખ્યમંત્રીને રજૂઆત કરી સવારે ૮થી બપોરે ૩ સુધી તમામ દુકાનો ખુલ્લી રહે અને ૩ વાગ્યા બાદ તમામ દુકાનો બધં રહે તેવું હાફ–ડે લોકડાઉન લાગુ કરવામાં આવે. વેપારી સંગઠનોમાંથી આવો સુર નિકળયા બાદ બેઠકના અંતે આ સંદર્ભે મુખ્યમંત્રીને ટેલિફોનિક રજૂઆત કરવામાં આવી હતી અને પત્ર પાઠવીને મીની લોકડાઉના બદલે હાફ–ડે લોકડાઉન લાગુ કરવા રજૂઆત કરાઇ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS