ગુજરાત પોલીસ વિભાગ 7,000 જેટલી ખાલી જગ્યાઓ પર કરશે ભરતી

  • April 29, 2023 11:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજરોજ મળતી માહિતી મુજબ ગુજરાત હાઇકોર્ટે પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યા માટે રાજ્ય સરકાર પાસેથી માહિતી મંગાવી છે.પોલીસ વિભાગમાં મોટા પ્રમાણમાં ભરતી કરવામાં આવશે. જેમાં રાજ્યના પોલીસ વિભાગમાં હાલની સ્થિતિએ 21.3% જગ્યા ખાલી હોવાનો રાજ્ય સરકારે હાઇકોર્ટ સમક્ષ સ્વીકાર કર્યો છે.આ માટે ઓક્ટોબર મહિનામાં અરજી મંગાવામાં આવશે.લગભગ 23 ઓક્ટોબર થી ફોર્મ ભરાશે. ઉમેદવારો સતાવાર વેબસાઈટ અથવા તો ઓજસ પર ફોર્મ ભરી શકશે.


ગુજરાતમાં 96,194 કુલ જગ્યાઓમાંથી 73 હજાર જેટલા પદો પર ભરતી પૂર્ણ કરી દેવામાં છે અને કુલ 22000 જેટલી જગ્યાઓ હાલ ખાલી છે. આ ઉપરાંત સ્ટેટ રિઝર્વ ફોર્સની કુલ જગ્યાઓમાંથી 4000 જેટલી જગ્યાઓ પણ ખાલી છે.

આ 22000 જગ્યાઓમાંથી હાલ 7000 જગ્યાઓ પર જ ભરતી કરવામાં આવશે.


આ ઉપરાંત રેલી સરઘસ અને સભા માટે ચાલતા મુદ્દાને લઈને પણ ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યા હતા. તે અનુસાર રાજ્ય સરકારે હાઇકોર્ટ સમક્ષ સ્વીકાર કર્યો છે કે રેલી સરઘસ અને સભા માટે પણ યોગ્ય દિશા નિર્દેશો આપવામાં આવ્યા છે. આ દલીલ દરમિયાન અરજદાર એ માગ કરી હતી કે જે પણ દિશા નિર્દેશ હોય તેને જાહેર માધ્યમોમાં પ્રસિદ્ધ કરવામાં આવે અને અરજદારની માગ પર હાઇકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ કર્યા કે આ તમામ બાબતોનું જાહેરનામું જાહેર માધ્યમોમાં પ્રસિદ્ધ કરવામાં આવે.એડિશનલ એફિડેવિટ રજૂ કરવા ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યા જેમાં 21 ઓગસ્ટના રોજ વિગતવાર સુનાવણી હાથ ધરાશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application