વિદેશ જવા ઈચ્છુક ૨૦૦ વિધાર્થીની એપ્લિકેશન, ૩૬ને વેકિસનેશન

  • June 10, 2021 05:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટથી વિદેશ અભ્યાસ અર્થે જવા ઈચ્છતા વિધાર્થીઓએ વેકિસન લેવા માટે લાઈન લગાવી છે. આ માટે ઓનલાઈન એપ્લિકેશન સ્વીકારવામાં આવી રહી છે જે અંતર્ગત છેલ્લા બે દિવસમાં ૨૦૦ વિધાર્થીની એપ્લિકેશન આવી છે તેમાંથી ૩૬ને વેકિસનેશન કરવામાં આવ્યું છે. આ કામગીરી કરવા માટે નોડેલ ઓફિસર તરીકે ડેપ્યુટી કમિશનર બી.જી. પ્રજાપતિ (આઈએએસ)ની નિમણૂક કરવામાં આવી છે અને રામનાથપરા આરોગ્ય કેન્દ્ર ખાતે આ માટેની વ્યવસ્થા નિર્માણ કરવામાં આવી છે.

 


વિશેષમાં ડેપ્યુટી કમિશનર બી.જી. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, વિદેશમાં કોવેકિસનનું સટિર્ફિકેટ માન્ય રહેતું ન હોય હવે કોવિશિલ્ડ વેકિસન મુકાવવા ધસારો વધ્યો છે. ખાસ કરીને વિદેશ અભ્યાસ અર્થે જવા ઈચ્છતા વિધાર્થીઓ કોવિશિલ્ડ લઈને તેનું સટિર્ફિકેટ મેળવી રહ્યા છે. સામાન્ય નાગરિકો માટે પ્રથમ ડોઝ લીધાના ૮૪ દિવસ પછી બીજો ડોઝ આપવાનો નિયમ છે પરંતુ જે વિધાર્થીઓ વિદેશ જઈ રહ્યા છે તેમને પ્રથમ ડોઝ આપ્યાના ૨૮ દિવસમાં બીજો ડોઝ આપી દેવામાં આવે છે અને તેની સાથે જ સટિર્ફિકેટ પણ એનાયત કરી દેવામાં આવે છે. વિશ્ર્વના લગભગ તમામ દેશોમાં કોવિશિલ્ડનું સટિર્ફિકેટ માન્ય રહે છે જેથી વિધાર્થીઓ આ સટિર્ફિકેટ મેળવવાના આગ્રહી બન્યા છે.

 


તેમણે ભારપૂર્વક ઉમેર્યું હતું કે ઉપરોકત વેકિસનેશનમાં પ્રાયોરિટીની વ્યવસ્થા ફકત વિધાર્થીઓ માટે જ રાખવામાં આવી છે. અમુક નાગરિકો કે જેઓ વિદેશ ફરવા જવા માટે ઈચ્છુક છે તેમજ વેપાર–ધંધાના કામે વિદેશ જવા ઈચ્છતા હોય તેવા નાગરિકો પણ વેકિસનેશનમાં પ્રાયોરિટીનો આગ્રહ રાખી રહ્યા છે પરંતુ તે શકય નથી. આથી આ માટે પૂછપરછ ન કરવામાં આવે તે જ ઈચ્છનીય છે. વેકિસનેશનમાં વિધાર્થીઓને જ ટોપ પ્રાયોરિટી અપાશે અને તેમને જ ૨૮ દિવસમાં બીજો ડોઝ આપવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS