કોઈપણ સરકારી કર્મચારીનું કોરોના વાયરસની કામગીરી દરમિયાન મોત થાય તો તેના પરિવારને પણ 25 લાખ રૂપિયાની સહાય મળવા પાત્ર

  • April 07, 2020 02:22 PM 482 views


રાજ્યમાં કોરોના વાયરસનો ફેલાવો વધી રહ્યો છે તેવામાં તેને ડામવા માટે સરકારી વિભાગના કર્મચારીઓ પણ ખડેપગે રહે છે. તે સ્થિતિને ધ્યાનમાં રાખી અને રાજ્ય સરકારએ મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. સરકારએ 25 લાખની સહાય યોજનામાં સરકારી કર્મચારીઓને પણ આવરી લીધા છે. 

 

રાજ્ય સરકારના નિર્ણય અનુસાર કોઈપણ કર્મચારી જે કોરોના વાયરસની કામગીરી સાથે સંકળાયેલા હોય અને કોરોનાથી અસરગ્રસ્ત થવાથ તેનું અવસાન થાય તો રાજ્ય સરકાર આવા કર્મચારીના પરિવારને 25 લાખ રૂપિયાની સહાય આપશે. ગુજરાત સરકારના કરાર આધારીત અને ફિક્સ પગાર દારો જે કોરોના કામગીરી જોડાયેલ હોય તે તમામને પણ આ સહાયનો લાભ મળશે.


અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે મુખ્ય મંત્રીએ આ અગાઉ રાજ્યના પોલીસકર્મીઓ માટે અને ત્યારબાદ નગરપાલિકા અને મહાનગરપાલિકાના સફાઈ અને આરોગ્ય કર્મીઓ, રેવન્યુ મહેસુલી કર્મચારીઓ તેમજ અન્ન નાગરિક પુરવઠા વિભાગ અને સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન ધારકોના સંદર્ભમાં આ સહાયની જાહેરાત કરી હતી. પરંતુ હવે રાજ્ય સરકારની સેવાના કોઈપણ કર્મચારીનું કોરોના વાયરસ સંદર્ભની કામગીરી દરમ્યાન કોરોનાની અસરથી મૃત્યુ થાય તો તેમના પરિવારને પણ 25 લાખ રૂપિયાની સહાયનો લાભ મળશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application