બોલ્ડ સિનેમા માટે કાર્ય કરતા લોકોના અવાજને સાંભળવાની જરૂર છે, અનુષ્કાએ જણાવી મોટી વાત

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

રામની નગરી અયોધ્યામાં જન્મેલી અભિનેત્રી અનુષ્કા શર્મા અને તેના ભાઈ કનેશ શર્માએ પોતાના બીજા ડિજિટલ પ્રોડક્શન બુલબુલને દર્શકો તરફથી મળેલી વાહવાહી બાદ ઘણા ખુશ છે ફિલ્મ બુલબુલ પહેલા તેમનો શો પાતાળલોક પણ લોકોને ખૂબ જ પસંદ કર્યો હતો, અનુષ્કા હવે પોતાનું સપનું પૂર્ણ થતું નજરે પડી રહ્યું છે જેના કારણે તે પોતાના પ્રોડક્શન હાઉસ દ્વારા સિનેમામાં એક નવી શૈલીમાં પોતાને ઢાળવા માગે છે.

 

અનુષ્કા જણાવે છે કે ક્લીન સ્લેટ ફિલ્મ કંપની એક દિવસ પોતાની અલગ જ છે શૈલીનું નિર્માણ કરશે. આ અંગે અમે અત્યાર સુધીમાં સમજી-વિચારીને અન્ય કોઈ પગલું ભર્યું નથી કારણ કે અમે હંમેશા વાર્તાને રીતે રજૂ કરવા માગતા હતા કે જે મહિલાઓ અને તેમની ભાવનાને સમજીને ઉજવી શકતા હોય.


તેણે જણાવ્યું હતું કે સિનેમાના માધ્યમ દ્વારા અમે હંમેશા દર્શકોને એક મજબૂત અને સ્વતંત્ર મહિલા દેખાડવા માગીએ છીએ. એન એચ 10, પરી અને ફિલોરી પછી બુલબુલ આ દિશામાં અમારી નવી રજૂઆત છે. સિનેમા મોટાભાગની મહિલાઓ વિશે મને એક તરફ ચિત્તરંજન કરવામાં આવ્યું છે એક અભિનેત્રી તરીકે મેં તેને સારી રીતે અનુભવી છે અને નિશ્ચિત કર્યું હતું કે પોતાના પ્રોડક્શન દ્વારા જેટલું બની શકે આ દિશામાં હું સુધારો લાવીશ.

 

વર્તમાનમાં વંશવાદ અને જૂથવાદને ચર્ચાઓમાં રચ્યાપચ્યા રહેલા લોકોને અનુષ્કા શર્મા એક મોટી વાત જણાવી છે તે જણાવે છે કે પોતાની કંપનીમાં બનેલી ફિલ્મ અને શો અને મજબૂત બનાવવા માંગતા હોય તેવા લેખકોને દર્શકો અને સંગીતકારો અને અભિનેતાઓનો મોટો મેળાવડો છે.

 

અનુષ્કા જણાવે છે કે સફળતા એ જણાવે છે કે આપણે સાચા રસ્તા પર છે અને આપણે એવી ફિલ્મો બનાવવાનું ચાલુ રાખ કે શું મારા સહયોગીઓમાંથી અવનીતા દત, સંદીપ શર્મા, પ્રોસિત રોય, અવિનાશ અરુણ અને અંશઇ લાલ જેવા લોકોના બોલ્ડ સિનેમાના અવાજને સાંભળવાની જરૂરિયાત છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS