અનુષ્કા શર્માએ શેર કરી બેબી બંપ સાથે તસવીર, વિરાટે કોમેન્ટમાં લખ્યું, આ છે મારી દુનિયા

  • September 14, 2020 04:24 PM 396 views

 

બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ બેબી બંપની તસવીર સોશયલ મીડિયા પર શેર કરી હતા. ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીર પર તેના પતિ અને ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ખૂબ જ ક્યૂટ કોમેન્ટ કરી હતી. વિરાટે લખ્યું કે, 'એક ફ્રેમમાં મારી આખી દુનિયા...' 

 

તાજેતરમાં જ વિરાટ અને અનુષ્કા શર્માએ સોશ્યલ મીડિયા પર પોતાના ચાહકો સાથે પોતે પહેલા બાળક અંગેના સમાચાર શેર કર્યા હતા. તેમના ઘરે નવા મહેમાનનું આગમન જાન્યુઆરીમાં થશે. 

 

હવે અનુષ્કાએ તેની ગર્ભાવસ્થાને માણી રહી હોય તેમ તેણે આ તસવીરની સાથે એક મેસેજ પણ શેર કર્યો. તેણે લખ્યું કે, 'જ્યારે તમારી અંદર એક જીવન આકાર લઈ રહ્યું હોય તો તેનાથી વધુ વાસ્તવિક બીજું કંઈ ન હોઈ શકે. તેની આ તસવીર પર હજારો કોમેન્ટ અને લાઈક્સ મળી ચુકી છે.   

 

વિરાટ હાલ આઈપીએલ ટીમ રોયલ ચેલેન્જ્રસ બેંગલુરુના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સાથે દુબઈમાં છે. અહીં આરસીબીની ટીમે પોતાના કેપ્ટન અને અનુષ્કા માટે ખાસ સેલિબ્રેશન આયોજિત કર્યું હતું અને કેક કાપી હતી.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application