વિરાટ બન્યો ડાયનોસોર , અનુષ્કાએ શેર કર્યો વિડીઓ

  • May 21, 2020 09:21 AM 291 views

વર્ષ આખો વિવિધ પ્રકારની ટુર્નામેન્ટ રમી અને ચાહકોની વચ્ચે રહેનારા ભારતીય ક્રિકેટરોને પણ કોરોનાને લઈને લોકડાઉનના સમયમાં ઘરે રહેવાનો વારો આવ્યો છે, ત્યારે પોતાના ચાહકો સાથેનો આ નાતો જાળવી રાખવા માટે તેઓ સોશિયલ મીડિયાનો આશરો લઇ રહ્યા છે.


કેટલા ક્રિકેટર ઇન્સ્ટાગ્રામ પર રહીને પોતાની કારકિર્દી સેટ કરી રહ્યા છે તો કેટલાક વ્યક્તિઓ દ્વારા સંદેશો પાઠવી રહ્યા છે, કેપ્ટન વિરાટ કોહલી પણ સતત કંઈક નવું નવું કરી અને હેડલાઇન્સમાં આવી રહ્યા છે.


તાજેતરમાં જ તેનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં અનુષ્કા કંઇક કહેતી જોવા મળી હતી. હવે અનુષ્કાએ વિરાટ કોહલીનો એક ફન્ની વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં ડાયનોસોરની નકલ કરતા જોવા મળે છે.


અનુષ્કા શર્માએ ટ્વીટર પર વીડિયો શેર કરતા લખ્યું છે કે મેં ડાયનોસર જોયું, થોડીક સેકન્ડના આ વીડિયોમાં વિરાટ કોહલી ડાયનોસોરની જેમ ચાલી રહ્યા છે, અને તે અવાજ કરવામાં વચ્ચે અટકી જાય છે, સાયના નેહવાલ સહિત અન્ય ઘણાં યુઝર્સ અનુષ્કાની આ પોસ્ટ પર ટીપ્પણી કરી રહ્યા છે.


સાયના નેહવાલે કોમેન્ટમાં રમૂજી ઇમોજી સાથે પ્રતિક્રિયા આપી તે જ સમયે એક યુઝર્સે લખ્યુ કે "તેથી જ એવું કહેવામાં આવે છે કે પતિએ ઘરે રહેવું ન જોઈએ... દેખો ક્યા સે ક્યા હો ગયા", જ્યારે અન્ય એક યુઝર્સે એવું કહ્યું છે કે "તમે બંને ખૂબ જ સુંદર છો"એક ટ્વીટર  યૂઝરે લખ્યું છે કે "ફુલ મસ્તી..", અન્ય એક યુઝરે લખ્યુ છે કે હવે "લોકડાઉન શું કરશે ?"


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application