"બરફના ગોળા સાથે રમતા પિકનિક મનાવી રહ્યા છો એ મોદીજીને આભારી..." રાહુલ-પ્રિયંકાની કાશ્મીરના વિડિયો વાઇરલ થયા બાદ અનુરાગ ઠાકુરે કર્યા વળતા પ્રહાર

  • January 31, 2023 04:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમની ભારત જોડો યાત્રાનો ઉદ્રેશ ભારતના ઉદાર અને ધર્મનિરપેક્ષ મુલ્યોને બચાવવાનો છે. પરંતૂ આ યાત્રાને લઇને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધી પર એક પછી એક શાબ્દિક પ્રહારો કર્યા હતા. રાહુલને એવો પ્રશ્ન પણ કર્યો છે કે કાશ્મીરમાં થયેલી 45 હજાર હત્યા માટે કોણ જવાબદાર છે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ટ્વીટ કર્યું કે, તમારા નેતાઓ કાર્યકર્તાઓ ડર વગર કાશ્મીરમાં જે ફરી રહ્યાં છે, લાલ કિલ્લા ચૌક પર ધ્વજ ફરકાવે છે, પરંતૂ આભાર માની નથી રહ્યાં અને તમે અહીં પણ રાજનીતિ કરી રહ્યાં છો. લાલ ચોક પર ધ્વજ ફરકાવવો ભાજપના રાજમાં અને PM મોદી તેમજ ગૃહમંત્રી અમિત શાહના રાજમાં સંભવ બન્યુ છેં. 

રાહુલ ગાંધી અને પ્રિયંકાજી જ્યારે બરફના ગોળા સાથે રમતા રમતા અને પિકનિક મનાવી રહ્યાં છો ત્યારે તમારે મોદીજીનો આભાર માનવો જોઈએ કે, આજે તેમના કારણે તમે, તમારો પરિવાર, તમારી પાર્ટી…રાહુલ ગાંધીજી... ત્યાં છો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application