કેઆરકે એ જીવતા જ અનુરાગ કશ્યપને આપી શ્રદ્ધાંતજલી, અનુરાગે આપ્યો સણસણતો જવાબ

  • September 14, 2020 05:34 PM 365 views

કમાલ આર. ખાન હંમેશા પોતાની વિચિત્ર હરકતોને લઈને ચર્ચામાં રહે છે. આ વખતે તેઓએ જાણીતા દિગ્દર્શક અનુરાગ કશ્યપ સાથે પંગો લીધો હતો. તેમણે પોતાની ઓફિશિયલ વેબસાઈટમાં અનુરાગ કશ્યપને જીવતે જીવ શ્રધ્ધાંજલી આપી દીઘી હતી. કેઆરકે એ અનુરાગ કશ્યપનો ફોટો અપલોડ કરી તેમાં લખ્યુ હતુ,’તમારી આત્માને શાંતિ મળે અનુરાગ કશ્યપ. તેઓ એક મહાન વાર્તારાક હતા. અમને તમારી હંમેશા યાદ આવશે સર.’

 

અનુરાગ કશ્યપે પણ કેઆરકેની ટ્વીટ રિટ્વીટ કરી હતી અને કટાક્ષમાં જવાબ આપ્યો હતો કે કાલે યમરાજના દર્શન થયા. આજે યમરાજ પોતે મને ઘરે આવીને મુકી ગયા. તેમણે કહ્યુ-હજુ તો તારે ઘણી ફિલ્મો બનાવવાની છે. તુ ફિલ્મો નહીં બનાવે અને મૂર્ખ/ભક્તો તેને બાયકોટ નહીં કરે તો તેમનું જીવન સાર્થક નહીં થાય. તેમને સાર્થકતા મળે એટલે પાછા મુકી ગયા.

 

બાદમાં કેઆરકે એ જણાવ્યુ હતુ કે તેમના એક સ્ટફ મેમ્બર દ્વારા ભૂલથી આ પોસ્ટ કરવામાં આવી હતી. અનુરાગ કપૂરની જગ્યાએ અનુરાગ કશ્યપ લખાઈ જવાની ભૂલના કારણે તેમણે માફી માંગતી એક ટ્વીટ પણ લખી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application