અનુરાગ કશ્યપ ટીમ સાથે ટ્રોફી નિલામ કરી  13,44,000 કરોડ ફંડ એકત્ર કરશે

  • May 22, 2020 09:05 AM 192 views

 

કોરોના વાઇરસને કારણે સમગ્ર વિશ્વ એક આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે ભારતમાં પણ નાણાની પ્રવાહિતા ઘટી ગઇ છે અને આર્થિક કટોકટી જોવા મળી રહી છે. આવા સમયે કોરોના વોરિયર્સની મદદ માટે એક પછી એક સેલિબ્રિટી આગળ આવતી હોય છે. યાદીમાં હવે બોલિવૂડ દિગ્દર્શક અનુરાગ કશ્યપ પણ સામેલ થઈ ગયા છે જેમણે પોતાની ટ્રોફી નિલમ કરીને અને નાણા આર્થિક સહાય માટે દાનમાં આપવાની જાહેરાત કરી છે.


અનુરાગ કશ્યપે કરી અને જાહેરાત કરી છે કે મારી ટોફીની સૌથી વધુ બોલી લગાવી હશે તેમને અનુરાગને મળેલી ફિલ્મ ફેયરની ટ્રોફી આપવામાં આવશે અને આ ટ્રોફી ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુર માટે તેને મળી હતી.


ભારતમાં કોઈ કોવિડ-19 ની ટેસ્ટ કીટ દાન કરવા માટે અનુરાગ કશ્યપ ફંડ એકત્ર કરી રહ્યો છે. અનુરાગે આ માટે પોતાને મળેલી ફિલ્મ ફેરની ટ્રોફી નીલામ કરવાનો નિર્ણય કર્યો છે.


અનુરાગની સાથે કોમેડિયન કૃણાલ કામરા, વરુણ ગ્રોવર પણ પોતાના શરીર યુ ટ્યુબ બટન અને ટ્રોફી નિલામ કરવા માટે આગળ આવ્યા છે.


આગામી 30 દિવસોમાં 13,44,000રૂપિયાનું ભંડોળ એકત્ર કરવાનું લક્ષ્યાંક છે. લોકોની તબીબી તપાસ માટે કીટસની અછત વારંવાર સર્જાતી હોવાથી લોકોના સ્વાસ્થ્યના હિત માટે તેઓ ટેસ્ટ કીટ ની સહાય કરવા જઈ રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application