ટીઆરપીમાં અનુપમાએ મારી બાજી, તારક મહેતા શો પાંચમા ક્રમે

  • November 21, 2020 11:25 AM 469 views

ટીવી શોની લોકપ્રિયતા ટીઆરપી દ્વારા જાહેર કરવામાં આવતી હોય છે.  બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલએ તેનો 45 મા અઠવાડિયાનો ટીઆરપી રિપોર્ટ જાહેર કર્યો છે. આ વખતે ટીઆરપીનો રિપોર્ટ પહેલાથી ઘણો અલગ છે.  45માં અઠવાડિયાના ટીઆરપી રિપોર્ટમાં સ્ટાર પ્લસની સીરીયલ અનુપમા પ્રથમ નંબરે રહી છે. આ સીરીયલ છેલ્લે ટીઆરપી યાદીમાં બીજા નંબર પર હતી અને તે પહેલાં તે ત્રીજા નંબરે હતી, પરંતુ આ વખતે અનુપમા સીરીયલ ટીઆરપીની દ્રષ્ટિએ બેસ્ટ સાબિત થઈ છે. આ સીરીયલની શરૂઆત જુલાઈ 2020 માં થઈ હતી. 

ટીઆરપીના મામલે આ વખતે ઝીટીવીની સિરિયલ કુંડલી ભાગ્ય બીજા ક્રમે રહી છે. અગાઉ આ સીરીયલ નંબર વન પર હતી. ટીઆરપીની દ્રષ્ટિએ શો સતત એક નંબરે રહ્યો હતો. 'કુંડળી ભાગ્ય'થી પ્રખ્યાત ટીવી સીરિયલ કુમકુમ ભાગ્યએ એક સારું પુનરાગમન કર્યું છે. 

45 મા અઠવાડિયાના ટીઆરપી અહેવાલમાં કુમકુમ ભાગ્ય ત્રીજા ક્રમે છે. અગાઉ આ સિરીયલ પાંચમા સ્થાને હતી. કુમકુમ ભાગ્ય દેખીતી રીતે ટીઆરપીની દ્રષ્ટિએ સારું એવું કમબેક કર્યું છે. આ બીજી તરફ ડાન્સ રિયાલિટી શો ઈંડિયાઝ બેસ્ટ ડાન્સર પણ આ વખતે ચોથા નંબર પર છે અને તેણે પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળતા મેળવી છે. ગયા અઠવાડિયે પણ ઈંડિયાઝ બેસ્ટ ડાન્સર ટીઆરપીની યાદીમાં ચોથા નંબર પર હતી. આ સાથે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો આ વખતે ટીઆરપીની યાદીમાં પાંચમા ક્રમે છે. 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application