એન્ટીલિયા વિસ્ફોટક કેસ: દક્ષિણ મુંબઈની ફાઈવ સ્ટાર હોટેલમાં કાવતરૂ ઘડાયાની શંકા

  • March 23, 2021 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વઝે વારંવાર આ હોટેલમાં આવતા હતા અને રહેતા હતા: સીસીટીવી ફૂટેજના આધારે તપાસ વેગીલી બની



ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીના નિવાસસ્થાન નજીક જિલેટિન સ્ટિક્સ સાથેની સ્કોર્પિયો પાર્ક કરવાનું કાવતરું દક્ષિણ મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટેલમાં ઘડાયું હોવાની શંકા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ને હોવાનું સૂત્રોનું કહેવું છે.

 


વિસ્ફોટકો સાથેની સ્કોર્પિયોના કેસની તપાસ કરી રહેલી એનઆઈએએ સબળ પુરાવાને આધારે સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વાઝેની ધરપકડ કરી હતી. વાઝે 25 માર્ચ સુધી એનઆઈએની કસ્ટડીમાં હોવાથી તેની વધુ પૂછપરછ ચાલી રહી છે. તપાસ દરમિયાન એનઆઈએને જાણવા મળ્યું હતું કે વાઝે દક્ષિણ મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટેલમાં વારંવાર આવ-જા કરતો હતો. ત્યાંની એક રૂમમાં તે ઘણા દિવસ સુધી રહેતો પણ હતો. એનઆઈએની ટીમ વાઝેને લઈને હોટેલમાં ગઈ હતી.

 


સૂત્રોના કહેવા મુજબ હોટેલની જે રૂમમાં વાઝે રહેતો હતો તેમાં તપાસ કરવામાં આવી હતી. એ સિવાય હોટેલના સીસીટીવી કેમેરાનાં ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. કહેવાય છે કે બે પોલીસ અધિકારી-કર્મચારી વાઝેને મળવા આ રૂમમાં ગયા હતા. એનઆઈએને શંકા છે કે વિસ્ફોટકો સાથેની સ્કોર્પિયો એન્ટિલિયા નજીક પાર્ક કરવાનું કાવતરું આ હોટેલમાં જ ઘડવામાં આવ્યું હતું. હોટેલમાં વાઝેને અન્ય કોણ કોણ મળવા આવ્યું હતું તેની પણ એનઆઈએ તપાસ કરી રહી છે.

 


દરમિયાન એટીએસની ટીમ તપાસ માટે વાઝેના નિવાસસ્થાને ગઈ હતી. એ સિવાય બે ટીમે થાણેના માજીવડા સ્થિત ઑફિસમાં અને ભિવંડીનાં બે ગોદામમાં સર્ચ હાથ ધરી હતી. આ ઑફિસ વાઝે સંબંધિત હોવાનું કહેવાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS