એન્ટિગુઆ ખોટી માહિતી આપી હોવાથી મેહુલ ચોકસીની નાગરિકતા રદ્દ કરશે, પ્રત્યાર્પણનો માર્ગ ખુલ્યો

  • June 10, 2021 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આશરે ૧૩,૫૦૦ કરોડ રૂપિયાના  ગોટાળામાં ભાગેડુ જાહેર થયેલા મેહુલ ચોકસીના પ્રત્યાર્પણનો માર્ગ ખુલી રહ્યો જણાય છે. તે હાલ એન્ટિગુઆની કેદમાં છે. એન્ટિગુઆના માહિતી પ્રધાન મેલફોર્ડ નિકોલસે જણાવ્યું હતું કે મેહુલ ચોકસીએ અમારા દેશમાં નાગરિત્વ મેળવતી વખતે ખોટી માહિતી આપી હોવાથી તેમની નાગરિકતા રદ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. મેહુલ ચોકસીએ આ પ્રક્રિયાને અદાલતમાં પડકારી છે. ચોકસીએ દાવો કર્યેા હતો કે તેની સામે આરોપ નથી. એન્ટિગુઆ જો નાગરિકતા રદ કરી દે તો તેને ભારત લાવવાનો માર્ગ મોકળો થઈ જાય એવી આશા છે.

 


આ અગાઉ ડોમિનિકાના વડા પ્રધાન ઝવેલ્ટ સ્કેરિટે પણ સ્પષ્ટ્ર શબ્દોમાં જણાવ્યું હતું કે મેહુલ ચોકસી ભારતીય નાગરિક છે અને અદાલત વહેલી તકે તેના ભાવિનો ફેંસલો કરશે. જોકે કોર્ટનો ચુકાદો આવે ત્યાં સુધી સરકાર તેમના અધિકારોનું રક્ષણ કરશે. તેમણે વધુમાં કહ્યું હતું કે મેહુલ ચોકસી સામે ભારતમાં જે કઈં છે તેમાં અમને રસ નથી. અમે આંતરરાષ્ટ્ર્રીય સમુદાયના સભ્ય છીએ અને અમારી જવાબદારીઓ સમજીએ છીએ. કાયદાની મર્યાદામાં રહીને જે યોગ્ય હોય તે નિર્ણય લેવામાં આવશે. દરમિયાન મેહુલ ચોકસીની ગર્લફ્રેન્ડ બાર્બરાએ મેહુલ કયૂબા જવા માગતો હતો એ કબૂલાત કરતાં ભારતનો મેહુલ ચોકસી ભાગી છૂટવા માગતો હોવાનો ભારતનો દાવો મજબૂત બની ગયો છે.

 


ડોમિનિકા હાઈકોર્ટમાં ભાગેડુ હીરા–વ્યાપારી મેહુલ ચોકસીની જામીન અરજી અંગેની સુનાવણી કાલે થવાની છે. નીચલી કોર્ટે તેના જામીન ફગાવી દેતાં મેહુલ ચોકસીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેની સુનાવણી વીડિયો કોન્ફરન્સિંગ દ્રારા કરવામાં આવી હતી. હાઈકોર્ટમાં ચોકસીની ટીમ દ્રારા દાખલ કરવામાં આવેલી હેબિયસ કોપ્ર્સ અરજીની સુનાવણી પણ ચાલી રહી છે.

 


મેહુલ ચોકસીની ગર્લફ્રેન્ડ કહેવાતી બાર્બરા જાબરિકાએ એક વિશેષ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મેહુલ ચોકસીના કિડનેપિંગની થિયરી સાવ બકવાસ છે. વાસ્તવમાં મેહુલ ચોકસી ડોમિનિકા થઈ કયૂબા ભાગી જવાની વેતરણમાં હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS