રાજકોટમાં એન્ટિજન ટેસ્ટ કિટ ફરી ખલાસ: ચંદીગઢથી મગાવાઈ

  • April 25, 2021 03:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા પાસે આજે કોરોનાની એન્ટિજન ટેસ્ટ કિટ ફરી ખલાસ થઈ ગઈ છે અને ચંદીગઢથી મગાવાઈ હોવાનું જાણવા મળે છે. મહાપાલિકા તત્રં કયારેય એવો એકરાર કરતું નથી કે તેની પાસે એન્ટિજન ટેસ્ટ કિટ ખલાસ થઈ ગઈ છે પરંતુ યારે ટેસ્ટ ઘટાડી દેવામાં આવે અને આરોગ્ય કેન્દ્રોમાં ટોકન સીસ્ટમ લાગુ કરવામાં આવે ત્યારે હવે સ્વયંભૂ શહેરીજનો સમજી જવા લાગ્યા છે કે, કિટ ખલાસ થવા આવી છે.

 

 

મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રોમાં ટોકન સીસ્ટમથી રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. મહાપાલિકાએ આજે બપોરે જાહેર કરેલા કોવિડ બૂલેટિન અનુસાર ગઈકાલે તા.૨૩ના રોજ ૧૩,૮૦૮ નાગરિકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી ૬૨૬ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. દરમિયાન આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં વધુ ૩૦૧ કેસ મળતા શહેરમાં કોરોનાના કેસની કુલ સંખ્યા ૩૦,૧૬૭ થઈ છે. હાલ સુધીમાં ૨૪,૫૭૦ દર્દીઓ સાજા થયા છે અને રિકવરી રેઈટ ૮૨.૨૬ ટકા રહ્યો છે. યારે હાલ સુધીમાં કુલ ૯,૨૮,૪૯૩ નાગરિકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં પોઝિટિવિટી રેઈટ ૩.૨૨ ટકા રહ્યો છે.

 


રાજકોટ શહેરમાં કોરોનાનો એન્ટિજન ટેસ્ટ કરાવવા માટે નાગરિકો આમથી તેમ હેરાન થઈ રહ્યા છે. જાહેર ટેસ્ટ બૂથ પર લાઈનો લાગી છે અને ૩થી ૪ કલાકે માંડ વારો આવે છે. યારે આરોગ્ય કેન્દ્રમાં ટોકન સીસ્ટમ મુજબ ટેસ્ટ કરવામાં આવતા હોય ત્યાં આગળ પણ ૧થી ૨ દિવસનો સમય લાગે છે. પરિસ્થિતિ એવી ભયંકર થઈ છે કે હવે કોરોનાના એન્ટિજન ટેસ્ટ કરાવવા માટે પણ નાગરિકો રાજકીય ભલામણો કરાવતા થઈ ગયા છે.

 

 

મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રોમાં વિનામૂલ્યે કોરોના ટેસ્ટ થતો હોય સ્વાભાવિક રીતે જ ત્યાં આગળ વધુ ધસારો જોવા મળે છે. આ ઉપરાંત કોરોનાની બીજી લહેરમાં ફેમિલી બન્ચિંગ પેટર્નએ હાહાકાર મચાવ્યો હોય પુરેપુરા પરિવારો એકસાથે કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. પ્રથમ લહેરમાં એવું બનતું કે પરિવારમાં કોઈ એક વ્યકિત કોરોના પોઝિટિવ આવે ત્યારબાદ અન્ય પરિવારજનોના ટેસ્ટ કરવામાં આવે તો તેમના રિપોર્ટ નેગેટિવ આવતા હતા પરંતુ હાલમાં પરિવારમાં કોઈ એક વ્યકિતનો રિપોર્ટ પોઝિટિવ આવે ત્યારબાદ પરિવારના અન્ય સભ્યોના ટેસ્ટ કરવામાં આવે તો તેઓ પણ અચૂકપણે પોઝિટિવ આવે છે.

 

 

આ પરિસ્થિતિમાં ટેસ્ટનું પ્રમાણ વધ્યું છે અને ટેસ્ટની સામે પોઝિટિવ કેસોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. મહાપાલિકા તત્રં તમામ આરોગ્ય કેન્દ્રોમાં એન્ટિજન ટેસ્ટ કિટનો પુરતો જથ્થો રાખે તે હવે સમયની માગ છે. શહેરીજનો મહાપાલિકા તત્રં પાસેથી અન્ય કોઈ અપેક્ષા રાખતા નથી પરંતુ યારે કોરોના ટેસ્ટ માટે જાય ત્યારે તેમને તેમનો ટેસ્ટ સમયસર થઈ જાય તેવી અપેક્ષા રાખી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે મહિનામાં જ ૩,૩૧,૦૪૩ નાગરિકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ ટેસ્ટ વધવાનું કારણ પણ કોરોનાની ફેમિલી બન્ચિંગ પેટર્ન છે.

 

 

બે મહિનામાં જ ૩,૩૧,૦૪૩ ટેસ્ટ કરાયા


1 માર્ચ    1147
2 માર્ચ    1348
3 માર્ચ    1431
4 માર્ચ    1396
5 માર્ચ    1397
6 માર્ચ    1296
7 માર્ચ    1078
8 માર્ચ    1462
9 માર્ચ    1299
10 માર્ચ    1760
11 માર્ચ    1308
12 માર્ચ    1354
13 માર્ચ    1626
14 માર્ચ    2242
15 માર્ચ    2501
16 માર્ચ    2921
17 માર્ચ    2350
18 માર્ચ    2873
19 માર્ચ    2989
20 માર્ચ    3180
21 માર્ચ    3104
22 માર્ચ    2743
23 માર્ચ    3472
24 માર્ચ    3579
25 માર્ચ    4152
26 માર્ચ    3930
27 માર્ચ    5307
28 માર્ચ    4577
29 માર્ચ    2983
30 માર્ચ    4423
31 માર્ચ    5530
1 એપ્રિલ    5875
2 એપ્રિલ    6528
3 એપ્રિલ    6983
4 એપ્રિલ    6368
5 એપ્રિલ    7334
6 એપ્રિલ    8470
7 એપ્રિલ    8052
8 એપ્રિલ    10318
9 એપ્રિલ    10528
10 એપ્રિલ    11637
11 એપ્રિલ    11810
12 એપ્રિલ    11570
13 એપ્રિલ    12157
14 એપ્રિલ    14360
15 એપ્રિલ    11761
16 એપ્રિલ    14409
17 એપ્રિલ    13097
18 એપ્રિલ    13488
19 એપ્રિલ    12185
20 એપ્રિલ    13011
21 એપ્રિલ    12635
22 એપ્રિલ    13901
23 એપ્રિલ    13808

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS