એન્ટિજન કિટ ખલાસ: ટેસ્ટ વધે તો કેસ વધેને!

  • April 23, 2021 03:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકા તત્રં પાસે હાલમાં એન્ટિજન કિટનો જથ્થો ખલાસ થઇ ગયો હોવાનું આરોગ્ય શાખાના વિશ્ર્વાસનિય વર્તુળોમાંથી જાણવા મળે છે. એન્ટિજન કિટ ખલાસ થઇ જતાં ટેસ્ટની ઝડપ ઘટાડી દેવામાં આવી છે અને એટલું જ નહીં પરંતુ આરોગ્ય કેન્દ્રો ખાતે હવે ટોકન આપવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

 


મહાપાલિકા તંત્રએ હવે નવુ તિકકડમ શરૂ કરી કોરોનાના કેસના આંકડા ઘટાડવાનું અભિયાન હાથ ધયુ હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. એકંદરે એન્ટિજન કિટનો જથ્થો ખલાસ થવામાં હોય હાલ જેટલો સ્ટોક ઉપલબ્ઘ છે તેમાં જ કામગીરી ચાલુ રાખવી હોય ટેસ્ટની ઝડપ ઘટાડીને ગોકળગાયની કરી દેવાઇ છે. જો ટેસ્ટ વધે તો કેસ વધેને તેવી થિયરી અમલી બનાવાઇ છે. મહાપાલિકા તંત્રએ આજે બપોરે જાહેર કરેલા કોવિડ બુલેટિન મુજબ ગઇકાલે ૧૨,૬૩૫ ટેસ્ટ કરાયા હતાં જેમાંથી ૩૯૭ પોઝિટિવ આવ્યા હતાં. જયારે આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૨૮૦ પોઝિટિવ કેસ આવ્યા હતાં.

 

 

આ સાથે રાજકોટમાં કોરોનાના કેસની કુલ સંખ્યા ૨૮૮૨૩ની થઇ છે. જયારે આજ સુધીમાં કુલ ૯,૦૦,૪૭૧ નાગરિકોના કોરોના ટેસ્ટ કરાયા છે. મહાપાલિકાએ અગાઉની જેમ જ ફરી કોરોનાના કેસના આકં કન્ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. ખરેખર કોરોનાને કન્ટ્રોલ કરવાની કામગીરી કરવી જોઇએ તેના બદલે આકં ઘટાડવાની પ્રવૃત્તિ શરૂ કરાઇ છે. જે ખરેખર ખેદજનક છે.  એન્ટિજન ટેસ્ટ અગાઉ ખુબ સરળતાથી થઇ શકતા હતા પરંતુ હવે જાહેર ટેસ્ટ બૂથ પર તેના માટે કલાકો સુધી લાઇનમાં ઉભુ રહેવુ પડે છે. આ ઉપરાંત આરોગ્ય કેન્દ્રમાં પણ હવે વેઇટિંગ સિસ્ટમ થઇ ગઇ છે. દરરોજ ૧૦૦થી ૧૨૫ લોકોના જ ટેસ્ટ કરવામાં આવે છે. નંદનવન આરોગ્ય કેન્દ્ર, શ્યામનગર આરોગ્ય કેન્દ્ર, નાનામવા આરોગ્ય કેન્દ્ર વિગેરે આરોગ્ય કેન્દ્રમાં ટોકન સિસ્ટમ મુજબ વારો લેવામાં આવે છે. ઉપલાકાંઠાના આરોગ્ય કેન્દ્રમાં તો કિટ જ ખલાસ થઇ ગઇ હોય સાંજે આવજો, કાલે આવજો તેવા જવાબો અપાય છે અથવા તો રાજકીય ભલામણ હોય તો ટેસ્ટ થાય છે.

 


ગઇકાલે આરટી–પીસીઆર ટેસ્ટ એડ કરવાનું રહી ગયુ'તું!
રાજકોટ મહાપાલિકાએ ગઇકાલે જાહેર કરેલા કોરોના કેસ અને રાય સરકારે જાહેર કરેલા કોરોના કેસમાં તફાવત આવ્યો હતો. આ મામલે તંત્રવાહકોએ આજે એવી સ્પષ્ટ્રતા કરી હતી કે ગઇકાલે લેબોરેટરીઓમાંથી આરટી–પીસીઆર ટેસ્ટના આકં મોડા આવતા સ્થાનિકેથી કેસ ઓછા જાહેર થયા હતાં.

 


ઓકિસજન વ્હિકલ માટે બીઆરટીએસ ડેડિકેટેડ રૂટ
રાજકોટ શહેરમાં ઓકિસજન લઇને આવતા કે જતા વાહનો બીઆરટીએસ રૂટ પરથી બે રોકટોક અવરજવર કરી શકશે. આ માટે મ્યુનિ. કમિશનરે સંબંધિતોને સુચના જારી કરી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS