જામનગર: બ્રાસપાર્ટના વેપારી સાથે ૧૦ લાખની છેતરપીંડી કરનાર આરોપીના આગોતરા જામીન નામંજુર
ફરીયાદી મહેન્દ્રભાઈ સુરેશભાઈ પટેલ દ્વારા પંચકોશી બી ડીવીઝને એવા પ્રકારની ફરીયાદ લખાવેલ કે પોતે ગાત્રાળ ઈન્ડસ્ટ્રીઝથી ફેઈઝ - ૨ માં બ્રાસના સ્ક્રેપનો લે-વેચનો ધંધો કરે છે અને તેઓને ૬ માસ પહેલા એક ફોન આવેલ અને તેમાંથી તેઓએ જણાવેલ કે તેઓ નીલકંઠ કોર્પોરેટમાંથી યાશીકભાઈ કાસુંદરા બોલે છે અને તેને ૨ ટન બ્રાસનો ભંગાર જોઈએ છે તેથી ફરીયાદીએ કહેલ કે એડવાન્સ પેમેન્ટ આપો એટલે તમને તરત જ માલ મળી જશે પરંતુ યાજ્ઞીકભાઈએ કહેલ કે હું પણ પટેલ છું અને તમે પણ પટેલ છો જેથી તમે જેવો માલ મોકલશો તેવુ તમને પેમેન્ટ મળી જશે જેથી ફરીયાદીએ યાજ્ઞીકભાઈના મોકલેલ એડ્રેસ ઉપર ૨ ટન માલ અને અને તેનું બીલ રૂા. ૧૩,૨૫,૪૮૧ મોકલી આપેલ.
ત્યારબાદ ફરીયાદી દ્વારા યાજ્ઞીકભાઈને ફોન કરતા તેઓ ટાઈમ પસાર કર્યા જતા હતા. ત્યારબાદ ફરીયાદીને શંકા જતા તેઓએ લેખીત અરજી કરેલ ત્યારબાદ યાજ્ઞીકભાઈએ આવીને કહેલ કે મીત ગડારાએ જ તમને નંબર આપેલા અને તેઓએ જ વાત કરેલ હતી હાલ હું તમને રૂા. ૩,૨૫,૦૦૦ આપી દઉં છુ અને બાકીના પેમેન્ટ માટે ચેક અને નોટરીનું લખાણ કરી લઈએ જેથી ફરીયાદી વિશ્વાસમાં આવેલ અને ચેક લઈ અને નોટરીનું લખાણ કરી આપેલ ત્યારબાદ ચેકનો સમય થઈ જતા ચેક બેન્કમાં નાખતા ચેક બાઉન્સ થયેલ જેથી ફરીયાદીએ યાજ્ઞીકભાઈનો કોન્ટેકટ કરતા તેનો ફોન બંધ આવતો હોય જેથી શંકા જતા ફરીયાદીએ યાજ્ઞીકભાઈ કાસુંદરા તથા મીત ગડારા વિરૂધ્ધ બી.એન.એસ.ની કલમ મુજબની ફરીયાદ દાખલ કરેલ.
જેથી મીત રસીકભાઈ ગડારા દ્વારા સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી રજુઆત કરેલ, તેની સામે સરકાર તરફે વકીલ હાજર થઈ દલીલ કરેલ તમામ દલીલો ધ્યાને લઈ સેશન્સ કોર્ટે આરોપી મીત રસીકભાઈ ગડારાની આગોતરા જામીન અરજી ફગાવેલ છે.આ કેસમાં સરકાર તરફે વકીલ રાજેશ કે. વસીયર ઉપસ્થિત રહ્યાં હતાં.