કોટેચા ચોકથી કેકેવી ચોક સુધી વન–વે કરવાનો પ્રજા વિરોધી નિર્ણય

  • June 18, 2021 06:15 PM 

રાજકોટ મહાનગરપાલિકા દ્રારા કાલાવડ રોડ પરના કેકેવી ચોકની ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે નિર્માણાધિન કેકેવી ચોક ડબલડેકર ફલાય ઓવર બ્રિજના કામે આગામી તા.૨૧ જૂનને સોમવારથી કોટેચા ચોકથી કેકેવી ચોક સુધી વન–વે જાહેર કરવાનો પ્રજા વિરોધી નિર્ણય મહાપાલિકા તત્રં દ્રારા લેવામાં આવ્યો છે. કોટેચા ચોકથી કેકેવી ચોક જવા માટે હવે યુનિવર્સિટી રોડ થઈને જવાનો રસ્તો ખુલ્લો રહેશે. કોટેચા ચોકથી સ્વામી વિવેકાનંદની પ્રતિમા પાસેથી યુનિવર્સિટી રોડ પર જઈ ત્યાંથી ઈન્દિરા સર્કલ થઈને કેકેવી ચોકમાં નીકળી શકાશે. બ્રિજ માટે રોડની બન્ને બાજુએ સર્વિસ રોડ મુકયા બાદ વાહનચાલકો માટે અપરંપાર હાલાકી સર્જી દે તેવો આ નિર્ણય કોન્ટ્રાકટર એજન્સીને કામગીરી કરવામાં સરળતા થાય તેવા હેતુથી લેવામાં આવ્યો હોવાની ચર્ચા છે.

 

 

વિશેષમાં મહાપાલિકાના ઈજનેરી સૂત્રોમાંથી પ્રા વિગતો મુજબ તાજેતરમાં મહાપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ કેકેવી ચોક ઓવરબ્રિજ પ્રોજેકટની સાઈટ વિઝિટ કરી હતી તે દરમિયાન બન્ને સાઈડના સર્વિસ રોડ સહિતનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તત્કાલીન સમયે બ્રિજના કામની ઝડપ વધારવા આદેશ કરાયો હતો જે અન્વયે કોન્ટ્રાકટર એજન્સીએ કામની ઝડપ વધારવા સહમતી દાખવી હતી પરંતુ તે માટે જો એક તરફનો રસ્તો ઉપલબ્ધ બને તો લોખંડના સળિયાના કટિંગ વિગેરે માટે પુરતી જગ્યા મળી રહે તેવી સાનુકુળ સ્થિતિ થાય તેમ છે તેવી રજૂઆત કરી હતી જેના અનુસંધાને મહાપાલિકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓએ પોલીસ તત્રં સાથે વાતચીત કરી હતી અને તેના અંતે આગામી તા.૨૧ને સોમવારથી કોટેચા ચોકથી કેકેવી ચોક સુધીનો રસ્તો ફોરવ્હિલર માટે વન–વે કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો. ટૂંક સમયમાં આ અંગેનું સત્તાવાર જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવશે.

 

 

નાગરિકોને હાલાકી પડશે તો નિર્ણયમાં ફેર વિચારણા કરશું: મેયર
કાલાવડ રોડ પર બ્રિજના કામે કોટેચા ચોકથી કેકેવી ચોક સુધી જવાનો રસ્તો વન–વે જાહેર કરવા નિર્ણય લીધા બાદ આ અંગે મેયર ડો.પ્રદીપ ડવે આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જો આ નિર્ણયથી નાગરિકોને હાલાકી પડશે તો નિર્ણય મામલે ફેર વિચારણા કરશું. બ્રિજનું કામ ઝડપી થાય તેવા હેતુથી વન–વે જાહેર કરવા નિર્ણય કર્યેા છે.

 


બ્રિજના ફાઉન્ડેશનની પહોળાઈ વધુ હોય, વકિગ સ્પેશ મળતી નથી: સિટી એન્જિનિયર
રાજકોટ મહાપાલિકાના બ્રિજ સેલના હેડ અને પ્રોજેકટ ઈન્ચાર્જ સિટી એન્જિનિયર એચ.યુ. દોઢિયાએ આ અંગે આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કેકેવી બ્રિજના ફાઉન્ડેશનની પહોળાઈ વધુ હોય કોન્ટ્રાકટર એજન્સીને લોખંડના સળિયાના કટિંગ કરવા માટે તેમજ અન્ય કામગીરી કરવા માટે પુરતી વકિગ સ્પેસ મળતી નથી જેના લીધે એજન્સી તરફથી રજૂઆત મળતા આ રસ્તો ફોરવ્હિલ માટે વન–વે જાહેર કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે તેની અમલવારી સોમવારથી થશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application