વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ: ૧૦૭ તાલુકામાં મેઘરાજાની પધરામણી

  • August 18, 2021 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાપી જિલ્લાના કુકરમુંડામાં ૪, અંકલશ્ર્વરમાં ૩, દાહોદમાં અઢી ઈંચ: ૩૦ તાલુકામાં એકથી ચાર ઈંચ વરસાદ: અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ઝાપટાં


બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર અને સાયકલોનિક સરકયુલેશનની અસરના ભાગપે ગુજરાતમાં બુધવારથી વરસાદનો વધુ એક રાઉન્ડ શ થશે એવી આગાહી સાચી ઠરી છે અને રાયના ૧૦૭ તાલુકામાં મેઘરાજાની પધરામણી થઈ છે.

 


પંચમહાલ અમદાવાદ વડોદરા ખેડા નડિયાદ અને દાહોદ જિલ્લામાં આજે સવારથી ધોધમાર વરસાદ શ થયો હોવાના વાવડ મળી રહ્યા છે.
સ્ટેટ કંટ્રોલ મના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના કુકરમુંડામાં ચાર ઈંચ પડયો છે. ભચના અંકલેશ્વરમાં ૩, દાહોદમાં અઢી, નર્મદા જિલ્લાનાં નાદોડમાં બે, સુરત જિલ્લાના મહત્પવામાં સવા બે, છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવીમાં સવા બે, બોડેલીમાં ૨ ખેડા જિલ્લાના મહેમદાબાદ અને નર્મદા જિલ્લાના સાગબારા છોટાઉદેપુરમાં બબ્બે ઈંચ પાણી પડું છે સંખેડા અને જાંબૂઘોડામાં પણ બે ઈંચ વરસાદ પડયો હોવાના અહેવાલો મળી રહ્યા છે.રાયોના કુલ ૩૦ તાલુકામાં એક ઈંચ કે તેથી વધુ વરસાદ થયો છે.

 


સૌરાષ્ટ્ર્રમાં ભાવનગર જિલ્લાના મહત્પવામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે યારે અમરેલી જિલ્લાના રાજુલા ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા અમરેલી જિલ્લાના જાફરાબાદ લીલીયા ભાવનગર જિલ્લામાં સિહોર ઘોઘા, જેસર સહિતના તાલુકાઓમાં સામાન્ય ઝાપટા પડા છે રાજકોટ સહિતના સૌરાષ્ટ્ર્રના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે આકાશમાં વાદળો જોવા મળે છે અને સવારે સૂર્યનારાયણના દર્શન પણ મોડા થયા હતા.

 

રાજુલા, જાફરાબાદ પંથકમાં હળવા વરસાદથી મુરઝાતી મોલાતને જીવતદાનરાજુલા અને જાફરાબાદ પંથકમાં  વરસાદ  પડતા મૂરર્જાતી મોલાત્તો ને જીવનદાન મળતા ખેડૂતોને  વરસાદ ની હવે આશા બંધાઈ.
અમરેલી જીલ્લાના રાજુલા શહેર  સહિત તાલુકા ના વડલી ચારોડિયા ભેરાઇ સહીત અનેક ગામોમાં તેમજજાફરાબાદ શહેર સહિત મોટા માણસા. પાટી માણસા. લોર. ફાચરિયા માં વરસાદ  પડતા મૂરર્જાતી મોલાત્તો ને જીવનદાન મળતા ખેડૂતોને  વરસાદ ની હવે આશા બંધાઈ.

 


અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ તાલુકાના લોર ફાચરિયા  માં વરસાદ પડતાં ગરમીથી લોકો ને રાહત મળી અને રોડ રસ્તા ઉપર થી પાણી વહી ગયા હતા અને ખેતી ના પાક જેવા કે મગફળી  કપાસ તલ સોયાબીન જેવા  પાકો ને પાણી મળતા મુરજાતિ મોલત ને જીવતં દાન મળશે.  

 


હાલ આ ગામડા ઓમાં ખેતી માં લાઈટ હજી આવી નથી ત્યારે ખેતીમાં ખાસ પાણી ની જર હતી તેવા સમયે જ વરસાદ પડતાં  થોડા દિવસ સુધી પાક ને પાણી આપવા થી રાહત મળશે  અને ખેડૂતોને હવે આશા  જાગી છે. ઘણાં સમયથી વરસાદ થયો નથી અને આ મધા નક્ષત્ર બેસતા જ વરસાદ  પડતા અને ખેડૂતોને મગફળી કપાસના પાક ને હમણાં પાણી ની ખાસ જર હતી ત્યારે આજ દિન સુધી ખેડૂતોને ખેતીવાડી વિસ્તારમાં પાવર ન હોવાના કારણે ખેડૂતો બેહાલ થઇ ગયા હતા ત્યારે આજ રોજ કુદરતે મહેરબાન કરતા ખેડૂતોના મુરજાતિ મોલાત ને જીવનદાન મળ્યું હતું જેના કારણે  ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ હતી.

 


સૌરાષ્ટ્ર્રમાં કાલથી બે દિવસ ભારે વરસાદની આગાહી
તોફાની પવન, મેઘગર્જના અને વીજળીના ચમકારા સાથે વરસાદ પડશે

 


ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદનો બીજો રાઉન્ડ શ થઈ ગયો છે અને સૌરાષ્ટ્ર્રમાં આવતીકાલથી વરસાદ પડશે એવી આગાહી હવામાન ખાતા દ્રારા કરવામાં આવી છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આવતીકાલથી બે દિવસ માટે રાજકોટ અમરેલી ભાવનગર બોટાદ ગીર સોમનાથ જુનાગઢ જિલ્લામાં અમુક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે અને બાકીના સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડશે.

 


આ બે દિવસ દરમિયાન પવનની ગતિ સરેરાશ ૪૦થી ૬૦ કિલોમીટર રહેશે તોફાની પવન સાથે વીજળીના ચમકારા અને મેઘગર્જના પણ થશે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS