રાજકોટ બસ પોર્ટમાં વધુ 52 મુસાફરો કોરોના પોઝિટિવ મળ્યા

  • April 17, 2021 03:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડ્રાઇવરો-કંડકટરો સહિતનો સ્ટાફ પણ સંક્રમિત: 150 લોકલ બસ ટ્રીપ રદ, આંતરરાજ્ય સેવા બંધ

 


રાજકોટના ઢેબર રોડ સ્થિત સેન્ટ્રલ એસટી બસ પોર્ટ ખાતે મહાનગરપાલિકાના સહયોગથી એન્ટિજન ટેસ્ટ બુધ શ કરાયું હોય ત્યાં આગળ દરરોજ 50થી 150 જેટલા મુસાફરો કોરોના પોઝિટિવ મળવા લાગ્યા છે. ડ્રાઇવરો-કંડકટરો સહિતનો સ્ટાફ પણ સંક્રમિત થવા લાગ્યો છે. મુસાફરોની સંખ્યામાં ઘટાડો થતાં આજે ફરી 150 લોકલ બસ ટ્રીપ રદ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

 


વિશેષમાં ડિવિઝન ઓફિસ અને બસ પોર્ટના સૂત્રોના જણાવ્યા મુજબ કુલ 191 મુસાફરોના કોરોના ટેસ્ટ બસ પોર્ટ ખાતે કરાયો હતો જેમાંથી બાવન પોઝિટિવ મળ્યા હતાં. છેલ્લા દિવસોમાં અનેક ડ્રાઇવરો-કંડકટરો પણ પોઝિટિવ મળ્યા હોય હવે સ્ટાફના કર્મચારીઓના ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે. બસ પોર્ટ ખાતે લગાતાર ટેસ્ટ ચાલુ રાખવામાં આવ્યા છે. મુસાફરો-કર્મચારીઓનું થર્મલ ગનથી ટેમ્પરેચર માપવામાં આવે છે અને વધુ જણાયે તુરંત જ ટેસ્ટ કરવામાં આવે છે. કોરોનાની બીજી લહેર તીવ્ર હદે પ્રસરી જતાં મુસાફરોની સંખ્યામાં ઘટાડો થઇ ગયો છે. જેના લીધે પેરેલલ ચાલતી હોય તેવી લોકલ બસની ફ્રિકવન્સી ઘટાડી દેવાઇ છે.

 


આજે લોકલ બસની 150 ટ્રીપ રદ કરાઇ હતી. તદ્ઉપરાંત રાજકોટ એસટી ડિવિઝનની મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ સાથેની બસ સેવા બંધ કરી દેવાઇ છે. જયારે રાજસ્થાન સાથેની બસ સેવા શરતોને આધિન ચાલુ છે. રાજકોટ નાથદ્વારાની સાંજની બસ સેવા યથાવત છે. રાત્રી કરફ્યુના કારણે રાત્રી ટ બંધ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS