એક્સમાં ફરી છટણી : એલોન મસ્કે એન્જિનિયરો સહિત 1000થી વધુ આ ખાસ કામ કરતા કર્મચારીઓને કાઢી મૂક્યા 

  • January 11, 2024 04:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એલોન મસ્કના ટ્વિટરના ટેકઓવરથી પ્લેટફોર્મ પર નફરત અને ટોક્સિક કન્ટેન્ટમાં વધારો થયો છતાં કન્ટેન્ટ મોડરેટર્સને કર્યા બરતરફ ; હવે ટોક્સિક અને અભદ્ર કન્ટેન્ટ કેવી રીતે થશે મેનેજ ?


એલોન મસ્કની માલિકીની એક્સએ ઑનલાઇન અભદ્ર કન્ટેન્ટને રોકવા માટે કાર્યરત ટીમોમાંથી વૈશ્વિક સ્તરે ૧૦૦૦ થી વધુ કર્મચારીઓની છટણી કરી છે. ઓસ્ટ્રેલિયાના ઓનલાઈન વોચડોગ દ્વારા ગુરુવારે જારી કરાયેલા નવા ડેટા પરથી આ માહિતી સામે આવી છે. ઓસ્ટ્રેલિયાના ઈસેફ્ટી કમિશનનું કહેવું છે કે મોટા પાયે કાપ અને હજારો પ્રતિબંધિત એકાઉન્ટને રીકવર કરવાને કારણે હાનિકારક કન્ટેન્ટનું જાણે કે પૂર આવ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. 


નિયમનકારે તાજેતરના મહિનાઓમાં એક્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, અગાઉ કહ્યું હતું કે એલોન મસ્કના ટ્વિટરના ટેકઓવરથી પ્લેટફોર્મ પર નફરત અને ટોક્સિક કન્ટેન્ટમાં વધારો થયો છે. ઓસ્ટ્રેલિયાના ગ્રાઉન્ડબ્રેકિંગ ઓનલાઈન સેફ્ટી એક્ટનો ઉપયોગ કરીને, ઈસેફ્ટી કમિશને એક્સ ખાતે કામ કરતા સોફ્ટવેર એન્જિનિયરો, કન્ટેન્ટ મોડરેટર્સ અને અન્ય સિક્યોરીટી ઓફિસર્સનો વિગતવાર ડેટા માંગ્યો હતો.

ભૂતપૂર્વ ટ્વિટર કર્મચારી કમિશનર જુલી ઇનમેન ગ્રાન્ટે કહ્યું કે આ પહેલીવાર છે જ્યારે આ આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. ડેટા અનુસાર, ઑક્ટોબર ૨૦૨૨માં એલોન મસ્કે ટ્વિટર સંભાળ્યું ત્યારથી કોન્ટ્રાક્ટરો અને ટ્રસ્ટ સેફ્ટી સ્ટાફ સહિત ૧૨૧૩ નિષ્ણાતોએ એક્સ છોડી દીધું છે. આમાં ૮૦% સોફ્ટવેર એન્જિનિયરો પણ સામેલ છે જે ટ્રસ્ટ અને પ્લેટફોર્મના સિક્યોરીટીના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ નિષ્ણાત એન્જિનિયરોમાંથી ૮૦%  સ્ટાફને બરતરફ કરવામાં મોટાભાગના ડિઝાઇનર્સ અને એન્જિનિયરોને બરતરફ કરી રહ્યું છે. પોતાની સુરક્ષા ઘટાડીને નિયમ તોડનારાઓને તેઓ પ્લેટફોર્મ પર પાછા લાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application