મુંબઈમાં વધુ એક ખાનગી હોસ્પિટલમાં આગ, 4 દર્દીના મોત

  • April 28, 2021 08:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુંબ્રાની પ્રાઈમ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કુલ 20 દર્દીઓમાંથી 6 દર્દીઓ આઈસીયુમાં દાખલ હતા.

 મુંબઈના થાણા નજીક આવેલ મુંબ્રાની ખાનગી હોસ્પિટલમાં આગ લાગતા ચાર દર્દીના મોત નિપજ્યાના સમાચાર સામે આવ્યા છે. વહેલી સવારે લાગેલી આગમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓમાંથી ચાર દર્દીઓએ દમ તોડ્યો છે.

 


થાણા નજીકના મુંબ્રાની પ્રાઈમ ક્રિટીકલ હોસ્પિટલ જે મુંબઈ પુણા રોડ ઉપર આવેલી છે તેમાં ગત મોડી રાત્રે આગ લાગી હતી. આગ લાગવાનું પ્રાથમિક કારણ ઈલેક્ટ્રીક મિટર બોક્સમાં લાગેલી આગ જોતજોતામાં હોસ્પિટલમાં પ્રસરી ગઈ હતી. આગ લાગી ત્યારે હોસ્પિટલમાં કુલ વીસ દર્દીઓ સારવાર અર્થે પ્રાઈમ ક્રિટીકલ હોસ્પિટલમાં દાખલ હતા.
પ્રાઈમ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કુલ 20 દર્દીઓમાંથી 6 દર્દીઓ આઈસીયુમાં દાખલ હતા. હોસ્પિટલમાં દાખલ દર્દીઓને પ્રાઈમ ક્રિટીકલ હોસ્પિટલની નજીક આવેલ બિલાલ હોસ્પિટલમાં સ્થળાતરીત કરી દેવાયા છે. બિલાલ હોસ્પિટલમાં 6 લોકોની સારવાર ચાલી રહી છે. બાકીનાને રજા આપી દેવાઈ છે. સ્થાનિકોનું કહેવુ છે કે પ્રાઈમ હોસ્પિટલમાં કોવિડ19 ડેજીગ્નેટેડ હોસ્પિટલ ના હોવા છતા કોવીડ19ના દર્દીઓને સારવાર આપતી હતી.

 


આગના સમાચાર જાણીને થાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગેડના જવાનો આગને કાબુમા લેવા ભારે જહેમત આદરી હતી પાંચ જેટલા ફાયર ટેન્ડર અને વોટર ટેન્કરની મદદથી ફાયર બ્રિગેડના કર્મચારીઓએ આગને કાબુમાં લઈ લીધી હતી. હોસ્પિટલમાંથી કુલ 20 દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા હોવાનું ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યુ હતું.

 


હજુ ગત સપ્તાહે જ મુંબઈના વિરારમાં આવેલી વિજય વલ્લભ હોસ્પિટલમાંઆગ લાગવાનો બનાવ બન્યો હતો. આગનો બનાવ સવા ત્રણ વાગ્યે બન્યો હતો.. શોર્ટ સરકીટને કારણે આગ લાગી હોવાનું સામે આવ્યુ હતું. હોસ્પિટલમાં કુલ 17 દર્દીઓ સારવાર માટે દાખલ હતા. જેમાંથી 5 દર્દીને અન્યત્ર સારવાર માટે મોકલાયા હતા.

 


23મી એપ્રિલની મોડી રાત્રે વિજય વલ્લભ હોસ્પિટલના આઈસીયુ (ઈંઈઞ) વોર્ડમાં આગ લાગી હતી. આઈસીયુ વોર્ડમાં હવાની અવરજવર માટેની વ્યવસ્થા ના હોવાથી આગ જોતજોતામાં સમગ્ર વોર્ડમાં ફેલાઈ ગઈ હતી અને સારવાર માટે દાખલ દર્દીઓમાંથી 13 દર્દીઓના મોત નિપજ્યા હતા. જો કે આગની ઘટનામાંથી કુલ પાંચ વ્યક્તિઓને બચાવી લેવાઈ હતી. તેઓને અન્ય હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS