અરબી સમુદ્રમાં વધુ એક ભૂકંપનો આંચકો નોંધાતા ફફડાટ, માંગરોળ દરિયાઈ પટ્ટીમાં ૩ની તીવ્રતાનો આંચકો નોંધાયો

  • May 25, 2021 04:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉનાળા ના આકરા તાપ તથા વાતાવરણમાં થતાં પલટા સાથે દરિયાઈ પટ્ટીમાં ભૂકંપના આંચકાઓ નો સિલસિલો વધતો હોય તેમ માંગરોળ મા બપોરે ૨ : ૪૧ મિનિટે ૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો ગાંધીનગર સિસ્મોલોજી સેન્ટરમાં નોંધાયો હતો તેનું એપિસેન્ટર માંગરોળથી ૫૬ કિલોમીટર પશ્ચિમે અરબી સમુદ્ર માં ૨.૭ ઊંડાઈ એ નોંધાયું હતું

 


અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં તારીખ ૨૨ ના રોજ ઉનામાં ૨.૧ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો જેનું એપી સેન્ટર પણ અરબી સમુદ્ર હતું તો આજે  ભર બપોરે  માંગરોળ દરિયાઈ પટ્ટીમાં વધુ એક ૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાતાં ફફડાટ વ્યાપ્યો છે

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS