કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ખેડૂતો અને સ્વાસ્થ્ય માટે આ નવી જાહેરાત થઈ

  • July 08, 2021 09:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે મળેલી નવી કેબિનેટની પહેલી બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે....જેમાં મોદી સરકારે ખેડૂતો માટે એક મોટો નિર્ણય લીધો છે...મંડીઓ ખતમ નહીં થાય પરંતુ તેને મજબૂત બનાવવામાં આવશે...કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે કોરાનાની જંગ માટે રૂપિયા 21300 કરોડનું ઈમરજન્સી પેકેજ તૈયાર કરાયું છે...સંભવિત કોરોનાની ત્રીજી લહેર સામે લડવા માટે 20,000 નવા ICU બેડ તૈયાર થઈ રહ્યા છે...તેમજ દરેક જિલ્લામાં 10,000 લીટર ઓક્સિજન સંગ્રહની વ્યવસ્થા પણ કરવામાં આવશે...આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, ભવિષ્યમાં રોગચાળાને પહોંચી વળવા માટે 23,123 કરોડનું પેકેજ પણ તૈયાર કરાયું છે....

કેબિનેટની બેઠક બાદ  કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા તથા કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટની પ્રેસ કોન્ફરન્સ યોજી હતી....


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS