પ્રાથમિક સ્કૂલોમાં ઉનાળુ વેકેશન જાહેર કરો, શિક્ષકોને પણ સ્કૂલમાં બોલાવો નહીં

  • April 24, 2021 07:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત પ્રાથમિક શિક્ષક મહાસંઘે સરકારને કહ્યું છે કે દર વર્ષે મે મહિનામાં ઉનાળુ વેકેશન જાહેર થાય છે પરંતુ આ વખતે કોરોનાના કારણે વહેલુ જાહેર કરો

 ગુજરાતની પ્રાથમિક સ્કૂલોમાં બાળકોનું ઉનાળુ વેકેશન વહેલું જાહેર કરવાની માગણી કરવામાં આવી છે. આ માગણી ગુજરાત પ્રાથમિક શિક્ષક મહાસંઘે સરકાર સમક્ષ કરી છે. સંઘે જણાવ્યું છે કે દર વર્ષે મે મહિનામાં ઉનાળુ વેકેશન જાહેર થતું હોય છે પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણના કારણે જ્યારે સ્કૂલો બંધ છે ત્યારે ઉનાળુ વેકેશન જાહેર કરી દેવું જોઇએ.

 

 


ગુજરાતમાં ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. બાકીની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ઓફલાઇન શિક્ષણ બંધ છે ત્યારે પ્રાથમિક સ્કૂલોમાં પણ સત્તાવાર ઉનાળુ વેકેશન જાહેર કરવું જોઇએ અને શિક્ષકોને પણ સ્કૂલમાં બોલાવવા જોઇએ નહીં.

 

 


રાજ્ય સરકારે બોર્ડ સિવાયના અન્ય ધોરણોમાં માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી છે ત્યારે પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ તરફથી સરકાર સમક્ષ માગણી કરવામાં આવી છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને લખેલા એક પત્રમાં જણાવાયું છે કે માસ પ્રમોશનના કારણે પ્રાથમિક શાળાઓમાં પરીક્ષાઓ લેવાની રહેતી નથી. તેથી શિક્ષકોને શાળામાં બોલાવવાનું યોગ્ય જણાતુ નથી.

 

 


એટલું જ નહીં, દર વર્ષે મે મહિનામાં ઉનાળુ વેકેશન રાખવામાં આવે છે પરંતુ કોરોના મહામારીના સમયમાં ચાલુ વર્ષે એકેડેમિક કેલેન્ડરમાં બદલાવ કરીને વહેલું ઉનાળુ વેકેશન જાહેર કરવું જોઇએ કે જેથી શિક્ષકોને પણ તેનો લાભ મળે. તેમને અત્યારે કારણ વિના સ્કૂલોમાં બોલાવવામાં આવે છે.

 

 


કોરોના મહામારીના કારણે આ વર્ષે પણ ધોરણ-1 થી ધોરણ-9 અને ધોરણ-11માં માસ પ્રમોશન આપવાની સરકારે જાહેરાત કયર્િ બાદ સરકારના વિધિવત ઠરાવ પછી જીસીઈઆરટી દ્વારા સ્કૂલોને પરિણામ તૈયાર કરવા માટેના નિયમો જાહેર કરવામા આવ્યા છે. જે અંતર્ગત ધોરણ-3 થી ધોરણ-8માં રચનાત્મક અને સ્વ મૂલ્યાકનના આધારે 100 ગુણ મુજબ વિષયદીઠ પરિણામ તૈયાર કરાશે.

 

 


જીસીઈઆરટી દ્વારા તમામ ડીઈઓ અને ડીપીઓને ધોરણ-1 થી ધોરણ-8માં માસ પ્રમોશન અંગે હોમ લર્નિંગ અને ઓનલાઇન શિક્ષણ કાર્યને ધ્યાને લઇ પરિણામ પત્રક તૈયાર કરવાની સૂચા આપવામાં આવી છે. માસ પ્રમોશનના નિયમો પ્રમાણે ધોરણ-1 અને ધોરણ-2માં બાળકોના પરિણામ પત્રકમાં વિદ્યાર્થીના નામ સામે વર્ગ બઢતી એમ લખવામાં આવશે જ્યારે અન્ય કોઇ વિગત દશર્વિવામાં નહીં આવે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS